Zee 24 કલાકના અહેવાલ 'ઉડતા ગુજરાત'ની મોટી અસર, સુરત પોલીસની મેગાડ્રાઇવ

ઝી 24 કલાક દ્વારા તાજેતરમાં જ 'ઉડતું ગુજરાત' નામનો એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યના પ્રમુખ શહેરોમાં ચાલી રહેલા ડ્રગ્સના કારોબાર અને શહેરમાં કઈ-કઈ જગ્યાએ આવા નશાકારક પદાર્થોનો વેપાર થઈ રહ્યો છે તેની વિગતો પણ જણાવવામાં આવી હતી. આ અહેવાલ પછી સફાળી જાગી ઉઠેલી સુરત પોલીસ શહેરના નશો કરવાના વિવિધ સ્થળો પર શનિવારે મોડી રાત્રે અચાનક રેડ પાડીને કાર્યવાહી કરી હતી.

Trending news