ઓમિક્રોનથી કેટલો ખતરનાક છે કોરોનાનો નવો IHU વેરિએન્ટ, જાણો 5 મોટી વાતો

ફ્રાન્સમાં સામે આવેલા કોરોનાના નવા IHU વેરિએન્ટથી દુનિયાભરમાં એકવાર ફરી ડરનો માહોલ પેદા થઈ ગયો છે. અહીં તે જણાવવું જરૂરી છે કે ઓમિક્રોન પણ હજુ દુનિયા માટે કોરોના વાયરસનો નવો વેરિએન્ટ છે.

ઓમિક્રોનથી કેટલો ખતરનાક છે કોરોનાનો નવો IHU વેરિએન્ટ, જાણો 5 મોટી વાતો

પેરિસઃ વિશ્વભરમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ બાદ હવે કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. આ વેરિએન્ટનું નામ IHU છે. IHU દુનિયામાં એવા સમયે આવ્યો છે, જ્યારે દુનિયામાં પહેલા જ ઓમિક્રોન વેરિએન્ટ તબાહી મચાવી રહ્યો છે. નવા વર્ષની શરૂઆત પહેલા સામે આવેલ IHU વેરિએન્ટ ઓમિક્રોન કરતા કેટલો અલગ છે અને કેટલો ખતરનાક છે, આવો જાણીએ. 

ફ્રાન્સમાં સામે આવેલા કોરોનાના નવા IHU વેરિએન્ટથી દુનિયાભરમાં એકવાર ફરી ડરનો માહોલ પેદા થઈ ગયો છે. અહીં તે જણાવવું જરૂરી છે કે ઓમિક્રોન પણ હજુ દુનિયા માટે કોરોના વાયરસનો નવો વેરિએન્ટ છે. દુનિયાભરમાં વૈજ્ઞાનિકો હજુ પણ ઓમિક્રોનના વ્યવહાર, પ્રકૃતિ અને સંક્રમણ ક્ષમતા પર રિસર્ચ કરી રહ્યાં છે. ઓમિક્રોન વેરિએન્ટમાં 32 મ્યૂટેશન છે, જેના કારણે તે પાછલા વેરિએન્ટના મુકાબલે વધુ સંક્રમાક છે, પરંતુ ડેલ્ટા ડેટલો ખતરનાક નથી. હજુ તે પણ શોધ થઈ નથી કે કોરોનાની રસી તેના વિરુદ્ધ કેટલી અસરકારક છે?

પરંતુ હવે આ નવા સ્ટ્રેન વાયરસને સમજવા માટે થયેલી તમામ પ્રગતિને પડકાર આપી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવા સ્ટ્રેન B.1.640.2 વેરિએન્ટમાં 46 મ્યૂટેશન છે, જે તેને રસીન પ્રત્યે વધુ પ્રતિરોધક બનાવે છે. 

IHU વેરિએન્ટ સૌથી પહેલા 10 ડિસેમ્બરે ફ્રાન્સમાં જોવા મળ્યો અને હવે ત્યાંના વૈજ્ઞાનિકો તેના પર રિસર્ચ કરી રહ્યાં છે. 

અત્યાર સુધી આ નવા વેરિએન્ટ વિશે વૈજ્ઞાનિકોને પાંચ વાત જાણવા મળી છે. 

- તેની ઉપસ્થિતિની જાણ સૌથી પહેલા માર્સિલેમાં IHU ભૂમધ્ય સંક્રમણના વૈજ્ઞાનિકો દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ વેરિએન્ટમાં 46 મ્યૂટેશન છે, જ્યારે ઓમિક્રોનમાં 32 મ્યૂટેશન જોવા મળ્યા હતા. 

- તેને આફ્રિકાના એક દેશ કેમરૂનની યાત્રા સાથે જોડવામાં આવ્યો છે. 24 નવેમ્બરે આફ્રિકાના દક્ષિણ ભાગમાં ઓમિક્રોનની માહિતી મળી હતી અને તેણે ઝડપથી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. 

- ડિસેમ્બરની શરૂઆતમાં ફ્રામ્સમાં માર્સિલેમાં પાસ નવા IHU વેરિએન્ટના ઓછામાં ઓછા 12 કેસ સામે આવ્યા. માનવામાં આવી રહ્યું છે કે આ કેમરૂપનથી પરત આવેલા કેસ સાથે જોડાયેલા છે. ક્લસ્ટરની શોધ બાદ તેના પર રિસર્ચ શરૂ થયું. 

- medRxiv પર પોસ્ટ કરવામાં આવેલા એક પેપર અનુસાર, જીનોમ આગામી પેઢીના અનુક્રમણ દ્વારા ઓક્સફોર્ડ નૈનોપોર ટેક્નોલોજીની સાથે ગ્રિડિયન ઉપકરણો પર પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. તેણે આગળ કહ્યું કે, ઉત્પરિવર્તનને કારણે 14 અમીનો એસિડ પ્રતિસ્થાપન અને 9 અમીનો એસિડ વિલોપન થયા છે, જે સ્પાઇક પ્રોટીનમાં સ્થિત છે. 

- B.1.640.2 ને અન્ય દેશોમાં દેખાયો નથી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તેના પર હજુ ખતરો કે મહામારીનું લેબલ લગાવવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news