OMG: બંદૂકની ગોળીથી પણ ઝડપી દોડે છે આ 7 વર્ષનો બાળક

આજની તારીખમાં દુનિયાના મોઢે એક જ નામ આવે છે- યુસૈન બોલ્ટ. કહેનારા લોકો તો એવું પણ કહે છે કે બોલ્ટ જ્યારે દોડવાનું શરૂ કરે છે તો બંદુકથી નિકળેલી ગોળી પણ પાછળ છૂટી જાય છે.

OMG: બંદૂકની ગોળીથી પણ ઝડપી દોડે છે આ 7 વર્ષનો બાળક

જ્યારે પણ મેદાનમાં સૌથી ઝડપી દોડવાની વાત થાય છે તો આજની તારીખમાં દુનિયાના મોઢે એક જ નામ આવે છે- યુસૈન બોલ્ટ. કહેનારા લોકો તો એવું પણ કહે છે કે બોલ્ટ જ્યારે દોડવાનું શરૂ કરે છે તો બંદુકથી નિકળેલી ગોળી પણ પાછળ છૂટી જાય છે. આજે અમે તમારી મુલાકાત એક એવા બાળક સાથે કરવવા જઇ રહ્યાં છે, જે માત્ર 7 વર્ષનો છે. પરંતુ તેની ઝડપ બોલ્ટ અને બૂલેટ બંનેથી ઓછી નથી.

પહેલાથી લોકો બોલાવે છે ‘બ્લેઝ’
આ બાળકનું નામ છે રૂડોલ્ફ ઇનગ્રામ. ઉંમર નાની છે, પરંતુ અંદાજ ઘણો વિશાળ છે. ટામ્પા બેના રહેવાસી રૂડોલ્ફના ચાહકો તેને ‘બ્લેઝ’ કહીને પણ બોલાવે છે, એટલે કે જ્વાલા. બેલ્ઝના ચાહકોનું માનવું છે કે આગળ જઇને તે ‘જ્વાલામુખી’ જ બનશે, કેમકે આ વીડિયોને જોઇને સોશિયલ મીડિયામાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

A post shared by Blaze The Great (@blaze_813) on

વાયરલ થઇ રહ્યો છે રેસનો વીડિયો
હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બ્લેઝનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે 60મી અને 100મી ના ટ્રેક પર દોડી રહ્યો છે. તેની ગતી એવી છે કે શરૂ થવાની સેકન્ડમાં જ આજુબાજૂમાં કોઇ દેખાતું નથી.

તોડ્યો પોતાનો જ પર્સનલ રિકોર્ડ
ફ્લોરિડામાં AAU સીઝન ચાલી રહી છે. આ વીડિયો તેનો જ છે. તેમાં રૂડોલ્ફને જોઇને લાગે છે કે તેની ટક્કર પોતાની સાથે જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂડોલ્ફને 100મી ટ્રેકના સ્પ્રિંટને માત્ર 13.48 સેકન્ડમાં પૂરો કર્યો હતો. આ તેના પોતાના પાછલા રેકોર્ડથી 1.5 સેકન્ડ ઓછો છે. એટલે કે, એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફૂટબોલ રમવામાં પણ છે માસ્ટર
આમ તો રૂડોલ્ફ ઇનગ્રામની ખાસ વાત એ છે કે તે 5 વર્ષની ઉંમરથી તેના સિક્સ-પેક એબ્સ પણ છે. 6 મહિના પહેલા રૂડોલ્ફનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ફૂટબોલ રમી રહ્યો હતો અને ત્યાં પણ તેનો કોઇ જવાબ ન હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news