આ યુવતીએ 21 દિવસમાં 15 છોકરાઓને ડેટ કર્યા, 'Sex, Swipes and Other Stories' માં જણાવ્યો એવો અનુભવ કે...

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી હેલેન ચિક નામની મહિલાએ ડેટિંગ પર એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેણે ડેટિંગ એપ Tinder પર સાચો પ્રેમ શોધવાની ટિપ્સ આપી છે. તેના સિવાય તેણે પોતાના પુસ્તકમાં ડેટિંગ દરમિયાન થયેલા અનુભવ વિશે પણ મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે.

આ યુવતીએ 21 દિવસમાં 15 છોકરાઓને ડેટ કર્યા, 'Sex, Swipes and Other Stories' માં જણાવ્યો એવો અનુભવ કે...

Girl Dating Boys: આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે માત્ર 21 દિવસમાં 15 છોકરાઓને ડેટ કર્યા. સાંભળીને નવાઈ લાગી પણ ચોંકશો નહીં આજ હકીકત છે. આ વાત મહિલાએ પોતે પોતાના પુસ્તકમાં જણાવી છે. મહિલાએ પણ આ સમયગાળા દરમિયાનનો અનુભવ લોકો સાથે શેર કર્યો હતો. 21 દિવસમાં 15 છોકરાઓને ડેટ કરનાર મહિલા પણ એક લેખિકા છે. તે ઘણીવાર પુસ્તકો દ્વારા લોકો સાથે તેના ડેટિંગ અનુભવ શેર કરે છે. આ અનુભવને શેર કરતી મહિલાએ એક પુસ્તક પણ લખ્યું છે.

21 દિવસમાં અંદર મહિલાએ 15 છોકરાઓને ડેટ કર્યા
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી હેલેન ચિક નામની મહિલાએ ડેટિંગ પર એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેણે ડેટિંગ એપ Tinder પર સાચો પ્રેમ શોધવાની ટિપ્સ આપી છે. તેના સિવાય તેણે પોતાના પુસ્તકમાં ડેટિંગ દરમિયાન થયેલા અનુભવ વિશે પણ મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે. તેમના પુસ્તકનું નામ છે 'Sex, Swipes and Other Stories' છે.

ટિન્ડરથી આવી રીતે બનાવી શકો છો તમે નવા પાર્ટનર'
હેલને પોતાના પુસ્તકમાં ઓનલાઈન પ્રેમ દરમિયાન આવતી સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે તે હાલમાં જ ન્યૂયોર્ક ગઈ હતી. આ દરમિયાન તેણે ડેટિંગ એપ ટિન્ડર દ્વારા 21 દિવસમાં 15 પુરુષોને ડેટ કર્યા. તેણીએ ટિન્ડર પર છોકરાઓને કેવી રીતે ડેટ કરી શકાય? આ વિશે પણ જણાવ્યું છે. હેલને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જો તમે બીજા શહેરમાં જઈ રહ્યા હોવ તો સૌથી પહેલા ટિન્ડરનું સેટિંગ અને લોકેશન બદલો.

હેલેને જણાવ્યું છે કે તે શહેરમાં જતા પહેલા તમને ત્યાંના લોકો જોવાનું શરૂ કરી દેશો. ત્યારબાદ તમે તમારી પસંદ અને નાપસંદના આધારે લોકોને પસંદ કરી શકો છો. તમને જણાવી દઈએ કે હેલેનના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. હેલેન કહે છે કે સમય ક્યારેય પાછો આવતો નથી. તે પોતાના સમયના ખૂબ જ પાબંદ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news