Afghanistan Crisis Live Updates: Afghanistan: રાષ્ટ્રપતિ ગની હેલિકોપ્ટર અને 4 કારોમાં પૈસા મુકીને ભાગ્યા, PAK PM એ કહી આ વાત
તાલિબન (Kabul) ના નેતાઓએ કાબુલમાં સિખો અને હિંદુઓ સાથે ગુરૂદ્વારામાં મીટિંગ કરી છે અને તેમણે આશ્વાસન આપ્યું છે કે તે તેમને કશું જ કહેશે નહી. તાલિબાને અફઘાન હિન્દુ અને સિખોને કહ્યું કે અફઘાન છોડીને ન જાય.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ખૂની સંઘર્ષ બાદ તાલિબાને આખરે સત્તા મેળવી લીધી. લગભગ 20 વર્ષ બાદ ફરીથી અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban) ની હકુમત ચાલશે. તાલિબાનીઓની (Taliban) સત્તાનો દોર કેવો રહેશે તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ જે પ્રકારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે તેની પૂરપાટ ઝડપથી આખી દુનિયા ચોંકી છે. આ સાથે જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે અફઘાનિસ્તાનની સેના મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે આટલી લાચારીથી નતમસ્તક કેમ થઈ ગઈ.
ઇમરાને કહ્યું- 'ગુલામીની ઝંઝીરો તૂટી ગઇ'
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના કબજા બાદ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન બોલ્યા 'ગુલામીની ઝંઝીરો તૂટી ગઇ.' પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પર ટિપ્પણી કરતાં કહ્યું કે દેશને પોતાના 20 વર્ષના યુદ્ધના અંત બાદ 'દાસ્તાની ઝંઝીરો તોડી દીધી છે.'
રૂપિયાથી ભરેલું હેલિકોપ્ટર લઇને ભાગ્યા ગની
કાબુલ (RIA) માં રૂસી દૂતાવાસના અનુસાર અફઘાન રાષ્ટ્રપતિ ગની ચાર કાર અને પૈસા ભરેલું એક હેલિકોપ્ટર સાથે દેશમાંથી ભાગી ગયા છે.
અકસ્માતનો શિકારો થઇ અફઘાન સેનાનું વિમાન
અફઘાનિસ્તાનની સેનાના એક વિમાનની ઉજબેકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરૂદ્ધ બેઠક
અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન (Taliban) વિરૂદ્ધ કમાન્ડર્સની મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ સાલેહ અને શાહ મસૂદ સાથે અહમદ મસૂદ પણ સામેલ થયા છે.
વિમાનની સાથે રનવે પર દોડ્યા લોકો
કાબુલ એરપોર્ટ (Kabul Airport) પરથી ખૌફનાક તસવીરો સામે આવી રહી છે. અહીં લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના પ્લેનની સાથે-સાથે રનવે પર દોડી રહ્યા છે. Zee News ને મળેલા વીડિયોમાં કેટલાક લોકોને એક રનવે પર દોડતા વિમાનના બહારી ભાગ પર બેઠેલા જોવા મળી રહ્યા છે.
NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ
એરપોર્ટ પર ઓછામાં ઓછા 8 લોકોના મોત
જલદી થી જલદી અફઘાન છોડીને બીજા દેશ જવાના પ્રયત્ન વચ્ચે કાબુલ એરપોર્ટ પર ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે યૂએસ આર્મીએ હામિદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવામાં ગોળીઓ ચલાવી જેથી હજારો લોકોને અફઘાનિસ્તાનના એર રૂટ્સ પર કબજો કરતાં રોકી શકાય. જોકે એ સ્પષ્ટ નથી કે આ લોકોના મોત ગોળી વાગવાથી થયા છે કે ભાગદોડથી.
હિંદુઓ અને સિખોને કંઇ કહેશે નહી તાલિબાન
તાલિબન (Kabul) ના નેતાઓએ કાબુલમાં સિખો અને હિંદુઓ સાથે ગુરૂદ્વારામાં મીટિંગ કરી છે અને તેમણે આશ્વાસન આપ્યું છે કે તે તેમને કશું જ કહેશે નહી. તાલિબાને અફઘાન હિન્દુ અને સિખોને કહ્યું કે અફઘાન છોડીને ન જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે