Rhea Kapoor એ લગ્ન બાદ શેર કરી પહેલી તસવીર, જણાવ્યો કેવો રહ્યો લગ્નનો અનુભવ

સોનમ કપૂરની (Sonam Kapoor) બહેન અને દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની (Anil Kapoor) બીજી પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) પણ લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. તેણે સોમવારે પોતાના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર એક લાંબી નોંધ સાથે શેર કરી હતી

Rhea Kapoor એ લગ્ન બાદ શેર કરી પહેલી તસવીર, જણાવ્યો કેવો રહ્યો લગ્નનો અનુભવ

નવી દિલ્હી: સોનમ કપૂરની (Sonam Kapoor) બહેન અને દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની (Anil Kapoor) બીજી પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) પણ લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. તેણે સોમવારે પોતાના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર એક લાંબી નોંધ સાથે શેર કરી હતી. આ પોસ્ટમાં રિયા કપૂરે પોતાના દિલની બધી વાતો કહી છે જે તે તેના પતિ વિશે અનુભવે છે.

રિયાએ લગ્ન બાદ શેર કરી છે પહેલી તસવીર
તમને જણાવી દઈએ કે રિયા કપૂરે (Rhea Kapoor) ફિલ્મ નિર્માતા કરણ બુલાની સાથે લગ્ન કર્યા છે. જો આપણે રિયા કપૂરે શેર કરેલી તસવીરની વાત કરીએ તો આ ફોટામાં રિયા કપૂર અને કરણ સાથે બેઠેલા જોવા મળે છે. રિયા કપૂરે સિલ્વર કલરનો સુંદર લહેંગો પહેર્યો છે અને કરણે શેરવાની પહેરી છે. તસવીરના કેપ્શનમાં રિયાએ લખ્યું કે, '12 વર્ષ પછી મારે નર્વસ કે ગભરાવું ન જોઈએ કારણ કે મારા બેસ્ટ ફ્રેન્ડ અને સૌથી સારા વ્યક્તિ છે.'

11 વાગ્યા પહેલા ઘરે પહોંચી જતી રિયા
રિયા કપૂરે (Rhea Kapoor) લખ્યું, 'પણ હું રડી રહી છું અને ધ્રૂજી રહી છું, અને મારા પેટમાં પતંગિયા ઉડી રહ્યા છે કારણ કે મને ખબર નહોતી કે આ અનુભવ કેટલો અદભૂત હશે. હું હંમેશા તે છોકરી રહીશ જે રાતે 11 વાગ્યા પહેલા જુહુ સ્થિતિ મારા ઘરે પરત આવતી હતી તે પહેલા કે મારા માતા-પિતા સૂઈ જાય. આ ક્ષણ સુધી મને ખ્યાલ પણ ન હતો કે હું કેટલી નસીબદાર છું.

ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી પાઠવી શુભેચ્છા
રિયા કપૂરે (Rhea Kapoor) પોતાની પોસ્ટમાં લખ્યું, 'હું આશા રાખું છું કે અમે એક એવું પરિવાર બનાવીએ જેમાં પ્રેમ કરનારા જેમાં ઘણા લોકો હોય.' આ પછી, રિયાએ તે બધા લોકોના નામ લખ્યા છે જેને તે તેના પતિ સહિત પ્રેમ કરે છે. થોડા કલાકોમાં, આ તસવીરને લાખો લોકોએ પસંદ અને શેર કરી છે. કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડીઝ, મલાઈકા અરોરા અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા સેલેબ્સે કોમેન્ટ કરીને રિયાને શુભેચ્છા પાઠવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news