Pakistan ના PM સોશિયલ મીડિયા પર Twitter ના કારણે થઇ રહ્યા છે Troll, લોકો ઉડાવી રહ્યા છે મજાક
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (PM Imran Khan) નિર્વિવાદ રીતે દક્ષિણ એશિયામાં સૌથી વધારે ટ્રોલ થનારા નેતા છે. હાલમાં જ ખાન ફરી એકવાર ફરીથી ટ્રોલર્સને એક એવું કારણ આપ્યું કે, તેમની સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. તેમણે પોતાનાં Twitter એકાઉન્ટ પરથી બધાને અનફોલો કરી દીધા અને જોત જોતામાં અચાનક MEME નું પુર આવી ગયું.
Prime Minister Imran Khan unfollows everyone on twitter
no one anymore pic.twitter.com/fOqwbv6DoQ
— Haseeb Balouch (@HaseebBalouch9) December 8, 2020
પૂર્વ પત્નીને પણ ન છોડી
તમામને અનફોલો કરવા મુદ્દે ઉતાવળા થયેલા વડાપ્રધાને પોતાના પહેલા પત્ની જેમિમા ગોલ્ડસ્મિથને પણ છોડ્યા નહોતા. બસ આવું કરતાની સાથે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સોમવારે સાંજે ટ્વીટર યુઝર્સે જોયું કે, ઇમરાન ખાનનો અધિકારીક એકાઉન્ટ @ImranKhanPTI ને હવે કોઇને પણ ફોલો નથી કરી રહ્યા. જેમિમાથી અલગ થયા બાદ તેમણે 2 લગ્ન કર્યા છતા પણ ખાન તેને ફોલો કરતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાન 2010માં ટ્વીટર પર આવ્યા હતા.
IK unfollows every one. I wish he should keep following @Jemima_Khan afterall she is a good lady and above all she is mother of his kids.@ImranKhanPTI pic.twitter.com/qQkEy2v1HO
— Hunzai (@sanahunzai) December 7, 2020
શું કાઇ ગોટાળો છે
ટ્વીટર પર યુઝર જે લોકોને ફોલો કરે છે, તે તેમની પોસ્ટ રીટ્વીટ અથવા લાઇક વગેરે દેખાય છે. જો કે જ્યારે વ્યક્તિન કોઇને પણ ફોલો નથી કરતું તો તેને ફીડમાં કાંઇ પણ દેખાતું નથી, માત્ર સજેશન્સ જોવા મળે છે. હાલમાં પાકિસ્તાની વડાપ્રધાનનાં 12.9 મિલિયન ફોલોઅર્સ છે અને અચાનક તમામને અફોલો કર્યા બાદ તેઓ જબરદસ્ત ટ્રોલ થઇ રહ્યા છે.
#Pakistan PM Imran Khan unfollows everyone from Twitter pic.twitter.com/x2qBXn4W8u
— An Individual (@GlobalAnalyzer) December 7, 2020
જ્યારે એક રાષ્ટ્રના પ્રમુખ અન્ય રાષ્ટ્રના પ્રમુખોને સોશિયલ મીડિયા પર અનફોલો કરે છે તો સમગ્ર વિશ્વમાં આ મુદ્દો સમાચાર બને છે. જો કે ઇમરાન ખાને તેનાથી આગળ વધીને તમામ લોકોને અનફોલો કરવાનો નિર્ણય લીધો હતો. જેના પરથી લાગી રહ્યું છે કે જરૂર કંઇક રંધાઇ રહ્યું છે અથવા તો ગોટાળો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે