વખાણેલી ખીચડી દાઢે વળગી! T20 માં કંગાળ ફિલ્ડીંગ બાદ તમામ બેટ્સમેન પણ ફેલ થતા પરાજય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં કાંગારુઓએ 12 રનથી જીત મેળવી લીધી. સીરીઝના પહેલી બે મેચ જીતવાના કારણે ત્રણ ટી 20 સીરીઝને ભારતે 2-1થી જીતી લીધી છે. આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મેજબાન ટીમની ખરાબ શરૂઆતમાંથી સ્થિર થતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 186 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે વેડે સૌથી વધારે 80 રન બનાવ્યા હતા. વેડ ઉપરાંત સ્ટિવ સ્મિથ 24 અને ગ્લેન મેક્સવેલ 54 રન બનાવ્યા હતા. વેડે પોતાના 53 બોલમાં સાત ચોક્કા અને બે છગ્ગા ફટકાર્યા પરંતુ સ્મિથે 23 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો. 
વખાણેલી ખીચડી દાઢે વળગી! T20 માં કંગાળ ફિલ્ડીંગ બાદ તમામ બેટ્સમેન પણ ફેલ થતા પરાજય

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં કાંગારુઓએ 12 રનથી જીત મેળવી લીધી. સીરીઝના પહેલી બે મેચ જીતવાના કારણે ત્રણ ટી 20 સીરીઝને ભારતે 2-1થી જીતી લીધી છે. આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મેજબાન ટીમની ખરાબ શરૂઆતમાંથી સ્થિર થતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 186 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે વેડે સૌથી વધારે 80 રન બનાવ્યા હતા. વેડ ઉપરાંત સ્ટિવ સ્મિથ 24 અને ગ્લેન મેક્સવેલ 54 રન બનાવ્યા હતા. વેડે પોતાના 53 બોલમાં સાત ચોક્કા અને બે છગ્ગા ફટકાર્યા પરંતુ સ્મિથે 23 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો. 

કપ્તાન એરોન ફિંચ એખ મેચના વિરામ બાદ ટીમમાં પરત ફર્યા બાદ ખાતુ ખોલાવ્યા વગર જ પરત ફરી ગયા હતા. મેક્સવેલે વેડનો સારો સાથ નિભાવ્યો અને 36 બોલમાં ત્રણ ચોક્કા અને તેટલા છગ્ગા ફટકાર્યા હતા. વેડ અને મેક્સવેલે ત્રીજી વિકેટ 53 બોલમાં 90 રનની ભાગીદારી કરી. બીજી તરફ ભારત માટે વોશિંગ્ટન સુંદરને બે વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને નટરાજનને એક એક સફળતા મળી હતી. 

કોહલી સિવાય તમામ બેટ્સમેન ફેલ
187 રનનાં વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉતરેલી ભારતીય ટીમનો એક માત્ર ખેલાડી કોહલી જ ચાલ્યો હતો. શિખર ધવન 28 રન બનાવીને કોહલી સાથે બીજી વિકેટે 74 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 20 રન બનાવ્યા હતા. પાંચમી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ 61 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. અંતે શાર્દુલ ઠાકુરે સાત બોલમાં 2 છગ્ગાની મદદથી અણનમ 17 રન ફટકાર્યા હતા. તેણે ભારતને જીતાડવાનો પુરતો પ્રયાસ કર્યો જો કે તે સફળ થઇ શક્યો નહી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્વીપસનને સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. 

ભારતીય ટીમ: કે.એલ રાહુલ (વિકેટ કિપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન) સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલ, ટી.નટરાજન
ઓસ્ટ્રેલિયન ટીમ : આરોન ફિંચ (કેપ્ટન) મેથ્યૂ વેડ (વિકેટકિપર), સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, મોઇજેજ હેનરિક્સ, ડેનિયલ સમ્સ, શોન એબ્બટ, મિશેલ સ્વીપ્સ,એડમ જમ્પા, એડ્ર્યૂ ટાઇ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news