પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, PoKમાં રસ્તા પર ઉતર્યો લોકોનો તાંડવ
પાકિસ્તાનની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. છેલ્લા ઘણાં સમયથી રાજકીય અસ્થિરતાનો પણ દોર છે. વિરોધી પક્ષો રસ્તાઓ પર પોતાની શક્તિ બતાવી રહ્યા છે. પરંતુ ઇમરાન ખાન 'નવા પાકિસ્તાન'ના નારા લગાવી રહ્યા છે
Trending Photos
મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. છેલ્લા ઘણાં સમયથી રાજકીય અસ્થિરતાનો પણ દોર છે. વિરોધી પક્ષો રસ્તાઓ પર પોતાની શક્તિ બતાવી રહ્યા છે. પરંતુ ઇમરાન ખાન 'નવા પાકિસ્તાન'ના નારા લગાવી રહ્યા છે. જો કે, નવા પાકિસ્તાનને લઇને તેમની સરકાર કંઇ કરી શકે તેમ નથી, કેમ કે, પાકિસ્તાનમાં જનતા એક એક દાણા માટે ત્રસ્ત છે. મોંઘવારી વધી રહી છે. ખાદ્ય પદાર્થોની મોટી અછત છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. જે બાદ હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઇમરાન ખાન સામે જોરદાર વિરોધ શરૂ થયો છે.
પીઓકેમાં ઈમરાન વિરોધી પ્રદર્શન
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોંઘવારી વધી રહી છે. જેની સામે 13 જાન્યુઆરીના રાવલાકોટમાં એક્શન કમિટિએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન ઇમરાન ખાન સરકારના તે નિર્ણય સામે કરવામાં આવ્યું, જેમાં ઇમરાન સરકારે લોટ પરની સબસિડી નાબૂદ કરી દીધી છે. સબસિડી સમાપ્ત કર્યા પછી, સામાન્ય લોકો પાસે લોટ પણ નથી, તો તેઓ રોટલી કેવી રીતે ખાય?
સુરક્ષાકર્મીઓ સાથે અથડાયા પ્રદર્શનકારી
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ એટલી ભયંકર છે કે જનતાને પેટ ભરવા માટે લોટ પણ નથી, જે બાદ રોષે ભરાયેલા ટોળાએ ના માત્ર રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ આગમાં પોલીસના અનેક વાહનો પણ બળી ગયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ના માત્ર લાઠીચાર્જ કર્યો, પરંતુ તેઓએ પ્રદર્શનકારીઓ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું. પીઓકેમાં ઘણા સમયથી મોંઘવારી સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ ઇસ્લામાબાદમાં બેઠેલી ઇમરાન સરકાર અને ત્યાંનું કઠપૂતળી સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ મૌન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે