ઉગ્રવાદી પર રોક લગાવવા આ દેશની મોટી જાહેરાત, 'કટ્ટરપંથી મસ્જિદો' પર લગાવ્યો પ્રતિબંધ

ફ્રાન્સ (France) બાદ હવે ઑસ્ટ્રિયા (Austria)એ કટ્ટરપંથી સામે મોટું પગલું ભર્યું છે. સોમવારના વિયેનામાં થયેલા આતંકી હુમલા બાદ ઑસ્ટ્રિયાએ કટ્ટરપંથી મસ્જિદોને બંધ કરવાના આદેશ આપ્યા છે. વિયેનામાં છ અલગ અલગ સ્થળ પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થયા જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા

ઉગ્રવાદી પર રોક લગાવવા આ દેશની મોટી જાહેરાત, 'કટ્ટરપંથી મસ્જિદો' પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ફ્રાન્સ (France) બાદ હવે ઑસ્ટ્રિયા (Austria)એ કટ્ટરપંથી સામે મોટું પગલું ભર્યું છે. સોમવારના વિયેનામાં થયેલા આતંકી હુમલા બાદ ઑસ્ટ્રિયાએ કટ્ટરપંથી મસ્જિદોને બંધ કરવાના આદેશ આપ્યા છે. વિયેનામાં છ અલગ અલગ સ્થળ પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થયા જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી એએફપીના સમાચાર અનુસાર ઑસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે કટ્ટરપંથી મસ્જિદોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઇએ કે, ઑસ્ટ્રિયાન વિયેના શહેરમાં સોમવારે થયેલા ગોળીબારમાં આતંકી સંગઠન આઇએસઆઇએસનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઑસ્ટ્રિયાના ગૃહ મંત્રી કાર્લ નેહમરે કહ્યું, વિયેનામાં પોલીસની ગળીથી માર્યા ગયેલા શંકાસ્પદ વ્યક્તિએ બોમ્બ બેલ્ટ પહેર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તે આઇએસનો આંતકવાદી હતો.

ઑસ્ટ્રિયાનો સાથ આપશે ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ ઑસ્ટ્રિયામાં થયેલા આતંકી હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, દુ:ખના આ સમયમાં ભારત તેના મિત્ર ઑસ્ટ્રિયાની સાથે ઉભુ છે.

ફ્રાન્સમાં પણ થઇ 4 લોકોની હત્યા
આ પહેલા ફ્રાન્સના દક્ષિણ શહેર નીસ અને પેરિસમાં છરીથી હુમલો કરી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદથી ફ્રાન્સ આતંકી ઘટનાઓને લઇને હાઈ એલેર્ટ પર છે. વિયેનાની ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ કહ્યું કે, તેમના દેશ ઓસ્ટ્રિયાઈ લોકોના દુ:ખના સમયે તેમની સાથે છે.

તેમણે કહ્યું, ફ્રાન્સ બાદ આપણા એક મિત્ર દેશ પર હુમલો થયો છે, આ આપણો યુરોપ છે. આપણા દુશ્મનોને ખબર હોવી જોઇએ કે, તે કોની સાથે લડી રહ્યાં છે. આપણે નમીશું નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news