ફ્રાન્સ

Surat corporation Meeting With France KWF PT4M55S

ફ્રાન્સની KWF સંસ્થાએ સુરતના મેટ્રો પ્રોજેક્ટમાં દેખાડ્યો રસ, જુઓ વીડિયો

ફ્રાન્સની KWF સંસ્થા દુનિયા ભરના પ્રોજેક્ટોને પ્રાઇવેટ ફાઇનાન્સ પુરું પાડે છે, આ સંસ્થા એ સુરત શહેરના અતિ મહત્વાકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ માટે આર્થિક રસ દાખવ્યો હતો. ત્યારે આજે કેડબલ્યુએફની છ સભ્યની ટીમ સુરત આવી છે. સુરતના મેટ્રો રેલ પ્રોજેકટ અંગે પાલિકા કમિશનર તથા મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ટીમ ચર્ચા કરી હતી. ફ્રાન્સની કેએફડબલ્યુ એ 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટમાં 2 હજાર કરોડનું ફંડિંગ પુરુ પાડવાની તૈયારી બતાવી હતી. આજની બેઠક પહેલા ટીમે મેટ્રો રેલ પ્રોજેકટની સાઈટની વિઝીટ લીધી અને કઈ રીતે પ્રોજેકટ સાકાર થશે તેની માહિતી મેળવી હતી. KWF સાથે ચાલેલી બેઠકમાં કઈ રીતે આર્થિક સહયોગ કરવામાં આવશે સાથે જ તેને લઈને વ્યાજ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Nov 7, 2019, 08:55 PM IST

NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

થોડા દિવસથી સતત Redmi Note 8T ના લીકના સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi ने Redmi Note 8 અને Redmi Note 8 Pro એ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે કંપનીએ આ સીરીઝનો એક નવો સ્માર્ટફોન Redmi Note 8T લોન્ચ કર્યો છે. 

Nov 7, 2019, 04:37 PM IST

રાફેલ વિમાનમાં ઉડ્ડયનનો અનુભવ, જાણો રાજનાથ સિંહના જ શબ્દોમાં....

રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં 35 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું હતું. ધરતી પર પગ મુકવાની સાથે જ તેમના ચહેરા પર ઉડ્ડયનનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાફેલમાંથી નીચે ઉતરતા સમયે એરપોર્ટના કર્મચારીઓએ તેમને ટેકો આપવા માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ રાજનાથ સિંહે ઈનકાર કરી દીધો હતો. એક અનુભવી પાઈલટની સ્ટાઈલમાં તેઓ રાફેલમાંથી બહાર નિકળ્યા હતા.

Oct 8, 2019, 09:15 PM IST

VIDEO : રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા

રાજનાથે મેરિગ્નેક ફેક્ટરી ખાતેથી રાફેલ વિમાનમાં સવારી કરી હતી. દસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ દશેટુએ રાફેલ વિમાન ઉડાવ્યું હતું. રાફેલ વિમાનમાં સવારી સાથે જ રાજનાથ સિંહ તેમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા.  
 

Oct 8, 2019, 07:58 PM IST

ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?

ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરાયું છે તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અત્યંત ખતરનાક થઈ ગયું છે. આ બંને મિસાઈલથી સજ્જ રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. 
 

Oct 8, 2019, 07:28 PM IST

ફ્રાન્સ દ્વારા પ્રથમ રાફેલ વિમાન ઔપચારિક રીતે રાજનાથ સિંહને સોંપાયું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિજયાદશમીના શુભ પ્રસંગે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા અનુસાર રાફેલ(Rafael)ની શસ્ત્રપૂજા કરશે. વિધિવત પૂજા કર્યા પછી સંરક્ષણ મંત્રી ફ્રાન્સની કંપની દસો પાસેથી ખરીદેલા યુદ્ધ વિમાન રાફેલ (Rafael)નું અધિગ્રહણ કરશે અને વિમાનમાં ઉડાન પણ ભરશે. 

Oct 8, 2019, 05:26 PM IST

આજે ભારતને મળશે પ્રથમ રાફેલ જેટ, દુશ્મનના ભૂક્કા બોલાવી દે તેવા વિમાનની જાણો ખાસિયતો

રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. 

Oct 8, 2019, 07:31 AM IST

રાફેલ લેવા માટે આજે રક્ષા મંત્રી પેરિસ જશે, દશેરા પર ફ્રાન્સમાં કરાશે શસ્ત્ર પૂજા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે ફાઈટર જેટ રાફેલ (Rafale fighter jet) લેવા માટે પેરિસના ત્રણ દિવસના પ્રવાસે જશે.

Oct 7, 2019, 07:29 AM IST

દશેરાના દિવસે મળશે પ્રથમ રાફેલની ડિલીવરી, રાજનાથ સિંહ ભરી શકે છે ઉડાન

સંરક્ષણ મંત્રીની આ યાત્રાની સાથે જ વિશ્વનું સૌથી શક્તિશાળી વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે, પરંતુ તેની પ્રથમ ડિલીવરી મે, 2020માં મળશે. 2020માં આ વિમાનના ભારત આવ્યા પછી તેમાં ભારતીય પરિસ્થિતી અનુસાર ફેરફાર કરવામાં આવશે. ત્યાર પછી વાયુસેનાના પાઈલટ અને અન્ય સ્ટાફને તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 

Oct 3, 2019, 11:37 PM IST

હવાઈ તાકાતઃ ફ્રાન્સનું શક્તીશાળી રાફેલ જેટ સોંપાયું ભારતીય વાયુસેનાને

ભારતના વાઈસ એરચીફ માર્શલ વી.આર. ચૌધરીને આ રાફેલ વિમાન સોંપવામાં આવ્યું હતું. રાફેલ મળ્યા પછી તેમણે જાતે આ વિમાન 1 કલાક સુધી ઉડાવ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 ઓક્ટોબરના રોજ જ્યારે ફ્રાન્સના પ્રવાસે જશે ત્યારે રાફેલ જેટને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. 

Sep 20, 2019, 10:59 PM IST

બિઝનેસ ટ્રીપ વખતે માણી અંગત પળો અને થયું મોત, તો જવાબદારી કોની? કોર્ટે આપ્યો આ જવાબ

કોઈ બિઝનેસ ટ્રીપ પર જાય અને અંગત પળો વિતાવે અને કોઈ કારણસર તેનું મોત થઈ જાય તો શું તેની જવાબદારી કંપનીની હોઈ શકે?

Sep 13, 2019, 10:53 AM IST
G7 summit: PM Modi to meet Donald Trump in France today PT1M23S

આજે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે, 45 મિનિટ ચાલશે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના બિયારિત્ઝ પહોંચી ગયા છે. તેઓ બહેરીનના બે દિવસની પ્રવાસ બાદ ફ્રાન્સ પહોંચા છે. હવે બધાની નજર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર રહેશે. સોમવારના ભારતીય સમયાનુસાર આ બંને નેતાઓની મુલાકાત 3:45 કલાકે થઇ શકે છે. આ મુલાકાત 4:30 સુધી ચાલી શકે છે.

Aug 26, 2019, 01:35 PM IST

G-7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા PM મોદી, ટ્રમ્પ સાથે થશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના બિયારિત્ઝ પહોંચી ગયા છે. તેઓ બહેરીનના બે દિવસની પ્રવાસ બાદ ફ્રાન્સ પહોંચા છે. હવે બધાની નજર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર રહેશે

Aug 26, 2019, 08:02 AM IST
PM Modi Addresses Indian Community Living In France PT30M

ફ્રાન્સમાં 'નમો નમો', પીએમ મોદીએ કર્યું ભારતીય સમુદાયનું સંબોધન

જી-7 સંમેલન માટે ફ્રાન્સ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું. તેમણે કાશ્મીર મુદ્દે કહ્યું કે કાશ્મીર મુદ્દે કોઈ પણ ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી. તેમણે કહ્યું કે તે ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે.

Aug 23, 2019, 03:35 PM IST

VIDEO: ફ્રાન્સમાં મુસલમાનોએ ત્રિરંગા સાથે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

ફ્રાન્સના રાજકીય પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત થયું. પેરિસના એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસલમાનોએ તિરંગા સાથે પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું.

Aug 23, 2019, 10:03 AM IST

પેરિસ : 'અમે પડકારોનો સામનો વાતોથી નહીં પરંતુ નક્કર કાર્યવાહીથી કરીએ છીએ'

પીએમ મોદીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. 

Aug 23, 2019, 08:50 AM IST

કલમ 370 અને કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને આપ્યું સમર્થન, કહ્યું-'કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ'

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ અને ક્ષેત્રમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કે હિંસાને ભડકાવવી જોઈએ નહીં.

Aug 23, 2019, 07:40 AM IST

PAK સાથે તણાવ વચ્ચે વધશે ભારતની સૈન્ય તાકાત, આ દિવસે મળશે પહેલું રાફેલ ફાઈટર વિમાન 

કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જબરદસ્ત તણાવ છે. પાકિસ્તાન સતત યુદ્ધની ધમકીઓ આપ્યા કરે છે. ભારત પણ આક્રમક વલણ રાખીને બેઠું છે.

Aug 22, 2019, 08:59 AM IST
PM Modi to visit France, UAE, Bahrain from August 22 to 26: MEA PT56S

22 થી 26 ઓગસ્ટ પીએમ મોદી ફ્રાન્સના પ્રવાસે

પ્રધાનમંત્રી મોદી 22થી 26 ઓગસ્ટના UAE, ફ્રાન્સ, બહરીનના પ્રવાસ પર જશે. પ્રધાનમંત્રી મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાન્સ પહોચશે. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકોના નિમંત્રણ પર ત્યાં જશે. 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સંગઠનને સંબોધિત કરશે.

Aug 20, 2019, 10:40 AM IST

કાશ્મીર મુદ્દે UNSCની આજે 'બંધ બારણે' ચર્ચા, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં

કાશ્મીરમાં હાલની સ્થિતિ અને ઘટનાક્રમને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે એક અનૌપચારિક બેઠક યોજાશે.

Aug 16, 2019, 07:34 AM IST