દુનિયાનું સૌથી મોટું અને મોંઘું ચાલતું ફરતું ઘર! હોલીવુડ સ્ટાર વિલ સ્મિથ માટે બનાવાઈ સૌથી શાનદાર RV!
Trending Photos
નવી દિલ્લીઃ લક્ઝરી રિક્રિએશનલ વ્હીકલ્સ એટલે કે આરવી જેટલી અલગ અને સુંદર દેખાય છે, તેમાં સુવિધા પણ એક ઘર જેવી જ મળે છે. અંદરથી લક્ઝુરિયસ છે અને વાહન અંદરથી 5-સ્ટાર હોટેલ જેવું લાગે છે. પરંતુ જો કોઈ RV 1,200 ચોરસ ફૂટ લિવિંગ એરિયાની સાથે હોય તો મુદ્દો ઘણો મોટો બની જાય છે. જી હા, આજે અમે તમને એક એવી જ RV વિશે જણાવી રહ્યા છીએ જે સ્ટાન્ડર્ડ હાઉસ કરતાં વધુ રહેવાની જગ્યા સાથે આવે છે. આ કસ્ટમ બિલ્ટ આરવી પ્રખ્યાત હોલીવુડ અભિનેતા વિલ સ્મિથ માટે બનાવવામાં આવી હતી.
તેની છતને લિફ્ટ કરી શકાય છેઃ
બારક્રોફ્ટ કોર્સ દ્વારા યૂટ્યૂબ પર શેર કરાયેલા એક વીડિયોમાં આ શાનદાર અને લગ્ઝરીને અલગ જ લેવલ પર લઈ જવાવાળી RVની જાણકારી આપી છે. આ વીડિયોમાં આપેલી જાણકારી મુજબ તે દુનિયાનું સૌથી મોટું, સૌથી ઉંચુ, સૌથી પહોળું અને અત્યાર સુધીનું સૌથી લગ્ઝરી રિક્રિએશનલ વ્હીકલ છે. આ RV ફૂલ સાઈઝ સેમી-ટ્રેલર બનાવ્યું છે અને તેની છતને લિફ્ટ કરી શકાય છે. જેનાથી તેના સેકેન્ડ ફ્લોરનો પણ ઉપયોગ થઈ શકે છે. ટેક્સાસમાં રહેનારા રોન એંડરસને બે માળની RVને ડિઝાઈન કરી છે અને આ ડિઝાઈનને RVએ સ્ટૂડિયો મોબાઈલ એસ્ટેટ નામ આપ્યું છે.
RVને બનાવવામાં 20 વર્ષ થયાઃ
જાણકારી મુજબ, એંડરસને વિલ સ્મિથ માટે આ RVને બનાવવામાં 20 વર્ષ લગાવ્યા હતા. તેમનું કહેવું છે કે, સ્મિથે તેમને ફોન પર સંપર્ક કર્યો હતો અને કંઈક યૂનિક માગ્યું હતું તેના જવાબમાં એંડરસનને કહ્યું કે, તેમની પાસે કંઈક એવું છે જેની શોધમાં વિલ સ્મિથ છે. આ RVને ગ્રેનાઈટનું સરફેસ આપવામાં આવ્યું છે. જેની કિંમત 1.25 લાખ ડોલર છે. તેના કિચન પર 2 લાખ ડોલર્સનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ RVની કિંમત 2.5 મિલિયન ડોલર છે જે લગભગ 18.5 કરોડ રૂપિયા બરાબર છે. તેની અંદર 14 ટીવી લગાવવામાં આવ્યા છે અને 30 લોકોના બેસવાની પણ વ્યવસ્થા કરી છે.
હેર અને મેકઅપ માટે અલગ કેબિનઃ
આ RVમાં યૂઝર માટે હેર અને મેકઅપ માટે અલગ કેબિન આપવામાં આવી છે. તેના માસ્ટર બેડરૂમમાં એક બેડ આપવામાં આવ્યો છે જેને કાઉચમાં બદલી શકાય છે. હાલ આ RV એંડરસનની પાસે છે અને કોઈ પણ એક્ટરને સર્વિસ નથી આપી રહી. જો કોઈ વ્યક્તિ લગ્ઝરી પ્રીમિયમ હોલીવુડ લાઈફસ્ટાઈલનું એક્સપીરિયંસ લેવા માગે છે તો એક રાત માટે આ RV ભાડે લઈ શકાય છે. જેના માટે તમારે 9 હજાર ડોલર્સ ખર્ચ કરવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે