આ છે દુનિયાનો સૌથી ભયાનક ફૂટઓવર બ્રિજ! અહીંથી પસાર થવા માટે જિગર હોવું જોઈએ

World's Longest Foot Over Bridge: અટલ બ્રિજ તો કંઈક જ નથી દુનિયામાં આનાથી અનેક ઘણો લાંબો ફૂટ ઓવરબ્રિજ છે. જેના પર ચાલવુ નબળા હૃદયના લોકોનું કામ નથી. વિશ્વનો સૌથી લાંબો ફૂટઓવર સસ્પેન્શન બ્રિજ. જેના પર પગ મૂકતા જ તે ઉપર-નીચે અને જમણી અને ડાબી બાજુએ હલે છે.

આ છે દુનિયાનો સૌથી ભયાનક ફૂટઓવર બ્રિજ! અહીંથી પસાર થવા માટે જિગર હોવું જોઈએ

World's Longest Foot Over Bridge: તાજેતરમાં અમદાવાદમાં ખુલ્લો મુકાયેલો અટલ ફૂટ ઓવરબ્રિજ ગુજરાતીઓ માટે આકર્ષણ જમાવી રહ્યો છે. પણ શું તમે જાણો છોકે, દુનિયાભરમાં આવા તો કેટલાંય ફૂટ ઓવર બ્રિજ છે. એમાંય અહીં વાત કરવામાં આવી છે દુનિયાના સૌથી ખતરનાક ફૂટ ઓવર બ્રિજ વિશે. અટલ બ્રિજ તો કંઈક જ નથી દુનિયામાં આનાથી અનેક ઘણો લાંબો ફૂટ ઓવરબ્રિજ છે. જેના પર ચાલવુ નબળા હૃદયના લોકોનું કામ નથી. વિશ્વનો સૌથી લાંબો ફૂટઓવર સસ્પેન્શન બ્રિજ. જેના પર પગ મૂકતા જ તે ઉપર-નીચે અને જમણી અને ડાબી બાજુએ હલે છે. જેથી જે લોકો ઊંચાઈથી ડરતા હોય છે તેઓને અહીં જવામાં સાવધાની રાખવી જરૂરી. પોર્ટુગલમાં આવેલો આ ફૂટ ઓવબ્રિજ એન્જિનિયરિંગનું અદભૂત ઉદાહરણ છે.

દુનિયાનો સૌથી લાંબો બ્રિજ-
વિશ્વનો સૌથી લાંબો પેડેસ્ટ્રિયન સસ્પેન્શન બ્રિજ પોર્ટુગલના અરૌકા જીઓપાર્કમાં આવેલો છે. તેનું નામ 516 Arauca છે. જેના માટે એવું કહેવાય છે જો ઊંચાઈથી ડર લાગતો હોય તો તમારે અહીં જવાનું ટાળવું જોઈએ. જો કે આ પુલ પર અત્યાર સુધી કોઈ પણ પ્રકારની દુર્ઘટના થઈ નથી. પરંતુ તેના પર ચાલતી વખતે દરેક પગલે તે તમને ડરાવે છે. જેથી આટલી ઉંચાઈ કોઈ પણ વ્યક્તિની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

577 ફૂટ ઊંચાઈ પર બન્યો છે બ્રિજ-
આ લટકતો અને ઝૂલતો પુલ પાઈવા નદી પર બે ટેકરી વચ્ચે બનાવવામાં આવ્યો છે. એવેરા જિલ્લાના અરૌકા જીઓપાર્કમાં સસ્પેન્શન બ્રિજ બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પુલની લંબાઈ 1693 ફૂટ એટલે કે લગભગ અડધો કિલોમીટરની છે. જ્યારે તેની પહોળાઈ માત્ર 3.11 ફૂટ છે. આ પૂલ નદીતી 577 ફૂટ ઉંચાઈ એટલે કે 176 મીટર છે. તેમાં ચાલવા માટે એક જ ગલી છે. તેથી જ નબળા હૃદયના લોકો તેની રેલિંગને પકડીને તેના પર ચાલે છે. આ પુલ 127 ઇન્ટરલોકિંગ મેટલ પિંજરા દ્વારા જોડાયેલ છે.

આ બ્રિજને બનાવવા માટે બંને તરફની ટેકરી પર વી આકરાના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. જેને સ્ટીલના વાયરથી જોડવામાં આવ્યા છે. તો જંગમ જાળીના પ્લેટફોર્મ અને રેલિંગને સ્ટીલના વાયરથી બાંધવામાં આવ્યા છે. આ બ્રિજનું વર્ષ 2018માં કામ શરૂ થયું હતું. અને વર્ષ 2021માં તેને પૂર્ણ કરવામાં આવ્યું. આ બ્રિજના એક છેડા પર પોર્ટુગલનું કેનેલાસ અને બીજા છેડે અલ્વારેંગા આવેલું છે. જે પ્રવાસીઓમાં ખુબ જ આકર્ષણ જગાવે છે. 

બે ટેકરી વચ્ચે ચાલીને જવું બન્યું સરળ-
આ બ્રિજને બાંધકામ, ઉર્જા, પર્યાવરણ અને ટકાઉ માટે સંશોધન અને ટેકનોલોજી વિકાસ સંસ્થા દ્વારા બનાવવામાં ખાસ પદ્ધતિથી બનાવ્યું છે. હવે આ પુલના માધ્યમથી લોકોને જીઓપાર્કમાં ચાલીને આનંદ માણી શકે છે. અગાઉ આ બે ટેકરી વચ્ચેનો અંતર બેટરી કાર અથવા સાયકલથી લાંબા ચક્કર મારીને કાપવામાં આવતો હતો. ત્યારે પુલની બાજુમાં આવેલ 8 કિલોમીટર લાંબા ટ્રેકિંગ વોકવે પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news