બાબા વેંગાની અત્યંત ખતરનાક ભવિષ્યવાણીથી દુનિયા ડરી, આગામી 6 મહિનામાં થશે કઈંક આવું?
Baba Vanga most deadly Predictions: બલ્ગેરિયાના બાબા વેંગાની નવી ભવિષ્યવાણીઓમાંથી અત્યાર સુધી તો ઘણી સાચી પડી ચૂકી છે. આથી દર વર્ષની શરૂઆત, મધ્ય અને અંતમાં તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા હંમેશા થતી રહે છે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીઓ 111 વર્ષ પહેલા જ કરી દીધી હતી. જેને લઈને હવે દુનિયાભરમાં ડરનો માહોલ છે.
Trending Photos
Baba Vanga most deadly Predictions: બલ્ગેરિયાના બાબા વેંગાની નવી ભવિષ્યવાણીઓમાંથી અત્યાર સુધી તો ઘણી સાચી પડી ચૂકી છે. આથી દર વર્ષની શરૂઆત, મધ્ય અને અંતમાં તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા હંમેશા થતી રહે છે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીઓ 111 વર્ષ પહેલા જ કરી દીધી હતી. જેને લઈને હવે દુનિયાભરમાં ડરનો માહોલ છે. અત્રે જણાવવાનું કે તેમણે ગત વર્ષે 2022 માટે પણ અનેક ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી કેટલીક સાચી પડી. ત્યારબાદ હવે 2023 માટે પણ તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા થઈ રહી છે. કારણ કે વર્ષ પૂરું થવામાં હજુ ઘણો સમય બાકી છે.
2023માં બદલાઈ જશે પૃથ્વીની કક્ષા
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ મુજબ વર્ષ 2023માં પૃથ્વીની કક્ષા(Earth's Orbit) બદલાઈ જશે. જેના સમગ્ર દુનિયાએ ખુબ જ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ ભવિષ્યવાણી પોતાનામાં જ એટલી ઘાતક છે કે તમે તેની કલ્પના કરી શકો નહીં.
2023માં આવશે વિનાશકારી સૌર તોફાન?
બાબા વેંગાની 2023 માટે સૌથી ચિંતાજનક ભવિષ્યવાણીઓમાંથી એક સૌર તોફાન વિશે હતી જે વિનાશનું કારણ બની શકે છે. સૌર તોફાનનો અર્થ સૌર્યથી નીકળનારી ઉર્જાનો વિસ્ફોટ છે જેનાથી અનેક પ્રકારના ખતરનાક રેડિએશન પૃથ્વી પર પડશે. તેનો પ્રભાવ સેંકડો પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી અને ઘાતક હોઈ શકે છે.
ધ સન સહિત યુરોપની અનેક વેબસાઈટ્સ મુજબ બાબા વેંગા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી ગયા હતા. તેમના અનુયાયીઓનું માનવું છે કે બાબા વેંગાએ 9/11 થી લઈને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બનવા સુધીની ભવિષ્યવાણી કરી હતી. જે એકદમ સાચી પડી. બાબા વેંગાની કેટલીક આગામી ભવિષ્યવાણીઓની વાત કરીએ તો વર્ષ 2028માં માણસ શુક્ર ગ્રહની યાત્રા કરશે. વર્ષ 2046માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની મદદથી લોકો 100થી વધુ વર્ષો સુધી જીવિત રહી શકશે.
(Disclaimer: અહીં અપાયેલી બાબા વેંગાની ભવિષ્યવાણીઓની ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે