OMG! 6.6 કરોડના આલીશાન ફ્લેટ માત્ર 100 રૂપિયામાં વેચાયો? કારણ જાણીને આંખો પહોળી થશે

દુનિયામાં અનેક લોકોને ઘર ખરીદવાનું સપનું માત્ર સપનું બનીને જ રહી જતું હોય છે. ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના દરેક ખૂણામાં પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે. પરંતુ આ સમાચાર જાણીને તમે કદાચ આશ્ચર્યચકિત થઈ જશો.

OMG! 6.6 કરોડના આલીશાન ફ્લેટ માત્ર 100 રૂપિયામાં વેચાયો? કારણ જાણીને આંખો પહોળી થશે

દુનિયામાં અનેક લોકોને ઘર ખરીદવાનું સપનું માત્ર સપનું બનીને જ રહી જતું હોય છે. ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના દરેક ખૂણામાં પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે. પરંતુ આ સમાચાર જાણીને તમે કદાચ આશ્ચર્યચકિત થઈ જશો. એક જગ્યા છે જ્યાં કરોડોના ભાવના ફ્લેટ ફક્ત 100 રૂપિયામાં વેચાયા. આ જાણીને તમને એક પળ તો વિશ્વાસ નહીં આવે પરંતુ આ સાચી વાત છે. 

ડેઈલી એક્સપ્રેસના રિપોર્ટ મુજબ બ્રિટનમાં 6.6 કરોડ રૂપિયાના મોંઘા ફ્લેટ ફક્ત 100 રૂપિયામાં વેચાયા છે. આવું અફોર્ડેબલ હાઉસિંગ માટે કરાયું છે. અહીંના લૂઈ ટાઉનમાં સરકારે આ પગલું ભર્યું છે. કમ્યુનિટી લેન્ડ ટ્રસ્ટને અહીં કુલ 11 ફ્લેટ વેચવામાં આવ્યા અને હવે ટ્રસ્ટે એક મિલિયન પાઉન્ડના ખર્ચે આ પ્રોપર્ટીના રિનોવેશનની પ્રપોઝલ મૂકી છે. 

ડેપ્યુટી કાઉન્સિલ લીડર ડેવિડ હેરિસે જણાવ્યું કે આ ફ્લેટ્સને ઓપન માર્કેટમાં વેચાયા નથી. જો આમ થયું હોત તો અહીંના સસ્તા અફોર્ડેબલ હાઉસિંગ જોગવાઈઓનો ભંગ થાત. લૂઈમાં ઘરોને ભાડા પર લિઝ પર આપવામાં આવે છે. રી ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સસ્તામાં લેવાયેલા ઘરોના રિનોવેશન બાદ પણ એ સુનિશ્ચિત કરાશે કે તેનો ઉપયોગ અફોર્ડેબલ હાઉસિંગ માટે જ થાય.  ડેવિડ હેરિસે જણાવ્યું કે એક કમ્યુનિટીનું નેતૃત્વ કરનારી રી ડેવલપમેન્ટ સ્કીમ એ સુનિશ્ચિત કરશે કે ફ્લેટ્સનો ઉપયોગ આગળ પણ અફોર્ડેબલ હાઉસિંગ જોગવાઈ માટે કરવામાં આવશે. અહીં મોટાભાગના એવા ઘર છે જ્યાં લોકો રજાઓ ગાળવા માટે આવે છે. 

વર્ષ 2021માં કોર્નવાલ લાઈવે રિપોર્ટ કર્યો હતો કે આ કાઉન્ટીમાં 13 હજારથી વધુ સંપત્તિઓ સેકન્ડ હોમ તરીકે વર્ગીકૃત છે. એટલે કે આ ઘર તેમના માલિકોના દ્વિતિય ઘર તરીકે કામ કરે છે. આ ઘરેલુ ઉપયોગ માટે હોતા નથી. પરંતુ રજાઓ અને અન્ય આવાગમન દરમિયાન તેનો ઉપયોગ થાય છે. તેને રિનોવેટ કરવું એ વર્ષ 2021માં જ ખોટની ડીલ ગણાવવામાં આવી હતી. આ જ કારણ છે કે વધુ પડતા મેન્ટેનન્સ ખર્ચથી બચવા માટે આ ફ્લેટ્સને ઓછા ભાવે વેચવામાં આવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news