પ્રિંસ હેરીના લગ્નમાં બ્રિટનનાં રાજપરિવારનું વિચિત્ર ફરમાન, મહેમાનને ડાયપર પહેરીને બોલાવ્યા
લગ્ન અંગે ખુલાસો એક કોમિક એક્ટ્રેસ ડાયને મોર્ગને કર્યું છે 43 વર્ષીય મોર્ગનનું કહેવું છે કે આ લગ્ન દરમિયાન કેટલીક વિચિત્ર નિયમો રાજપરિવારે બનાવ્યા હતા
Trending Photos
લંડન : આ વર્ષે મે મહિનામાં રાજ પરિવારનાં નાના પુત્ર પ્રિંસ હેરીનાં લગ્ન મેગન મર્કેસ સાથે થયા હતા. આમ તો બ્રિટનનાં રાજપરિવારનાં દરેક લગ્ન ચર્ચાનો વિષય બનેલા હોય છે, પરંતુ હવે પ્રિંસ હેરી મેગનનાં લગન બીજા કારણોથી ચર્ચામાં આવી છે. આ લગ્ન મુદ્દે એક મહત્વનો ખુલાસો થયો જેનાં કારણે તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા.આ લગ્ન અંગે ખુલાસો એક અભિનેત્રી ડાયને માર્ગને કર્યો છે. 43 વર્ષીય મોર્ગનનું કહેવું છે કે આ લગ્નમાં સમાવિષ્ટ થનારા મહેમાનો માટે રાજ પરિવારે એક વિચિત્ર ફરમાન આપ્યું હતું. આ ફરમાન અનુસાર મહેમાનોએ આ લગ્નમાં સેનેટરી પેડ પહેરીને આવવાનું હતું.
પ્રિંસ હેરી અને મેગનનાં લગન્માં આવનારા તમામ મહેમાનોને ડાયપર પહેરીને આવવાની સલાહ સુરક્ષાનાંકારણોથી આપવામાં આવી હતી. આ જ કારણથી તમામ મહેમાનને સમારંભમાં આવી ગયા બાદ ટોયલેટ જવાની પરવાનગી નહોતી. આ અંગે હવે દાવો મોર્ગને કર્યો છે. આ લગ્નમાં દેશ દુનિયાનાં તમામ મોટા સેલેબ્રિટીઓએ ભાગ લીધો હતો.
રોયલ વેડિંગમાં દુલ્હનનાં બદલે પ્રિંસ હેરી રડી પડ્યાં: વાઇરલ થઇ તસ્વીરો...
લગ્નમાં ભાગ લેનારા મહેમાન પ્રખ્યાત ફુટબોલર ડેવિડ બેકહમ, તેમની પત્ની, વિક્ટોરિયા, હોલિવુડનાં સૌથી મોંઘા અભિનેતા જ્યોર્જ ક્લુની અને તેમની પત્ની અમલ ક્લૂની જેવા લોકોનો સમાવેશ થાય છે. આ તમામને કહેવામાં આવ્યું હતું કે, સમારંભમાં આવનારા લોકો હવે ટોયલેટ નહી જઇ શકે.
આ ખુલાસો એક રેડિયો શો દરમિયાન ડિયાને મોર્ગન અને ડેવિડ બેડિયલે કર્યો હતો. ધ સનનાં અનુસાર મોર્ગને કહ્યું કે, અમને કહેવામાં આવ્યું છે કે તમે ચાર કલાક માટે સંપુર્ણ રીતે તૈયાર થઇને આવો. સમારંભમાં તમને ક્યાંય પણ જવાની પરવાનગી નહી અપાય. જો તમે તેમ કરવા સમર્થ ન હો તો સેનેટરી પેડ પહેરીને આવો. જ્યારે મોર્ગનને પુછાયું કે શું પુરૂષો માટે પણ આ નિયમ હતો. મોર્ગને કહ્યું કે, હા તમામ માટે એક સમાન નિયમ હતો. તમામ મહેમાનોને આ અંગે સુચના આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે