Prime Minister Hun Sen: આ દેશના પ્રધાનમંત્રી તો ભારે અંધવિશ્વાસુ!, દુર્ભાગ્યને ચકમો આપવા માટે કરી રહ્યા છે આ કામ

બંધારણીય પદે પહોંચનારી વ્યક્તિ જો અંધવિશ્વાસમાં માને તો શું કહેવું? આવું જ કઈંક આ દેશમાં જોવા મળ્યું છે.

Prime Minister Hun Sen: આ દેશના પ્રધાનમંત્રી તો ભારે અંધવિશ્વાસુ!, દુર્ભાગ્યને ચકમો આપવા માટે કરી રહ્યા છે આ કામ

નવી દિલ્હી: બંધારણીય પદે પહોંચનારી વ્યક્તિ જો અંધવિશ્વાસમાં માને તો શું કહેવું? આવું જ કઈંક આ દેશમાં જોવા મળ્યું છે. જ્યાં પ્રધાનમંત્રીએ પોતાની ઓફિશિયલ જન્મતિથિ જ બદલી નાખવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. હવે તેઓ પોતાની નવી જન્મ તારીખ ચીની રાશિ કેલેન્ડર પ્રમાણે રાખશે. 

કંબોડિયાના સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી હુન સેને આ ચોંકાવનારી જાહેરાત તેમના ભાઈના નિધન બાદ કરી હતી. 5 મેના રોજ તેમના ભાઈનું નિધન થયું ત્યારે તેઓ ખુબ અંધવિશ્વાસું જોવા મળ્યા હતા. તેમને તો એવો શક પણ છે કે ભાઈનું મૃત્યુ પણ એવી ખોટી જન્મતારીખ કે જે ચીની કેલેન્ડર પ્રમાણે મેચ નથી કરતી તેના કારણે થયું. તેમના ભાઈનું મૃત્યુ સિંગાપુરથી પાછા ફર્યાના 10 દિવસ બાદ હાર્ટ એટેકથી થયું હતું. ત્યાં તેઓ સારવાર માટે ગયા હતા. 

કંબોડિયાના પ્રધાનમંત્રી હુન સેનના જણાવ્યાં મુજબ તેમની બે જન્મતિથિઓ હતી જેમાંથી એક 4 એપ્રિલ 1951 અને બીજી 5 ઓગસ્ટ 1952 છે. તેમનું કહેવું એવું છે કે તેમની જન્મતારીખ 5 ઓગસ્ટ જ સાચી છે. દાવો કરતા તેમણે ખોટી જન્મતારીખના ઉપયોગ બદલ એક પ્રશાસનિક ખામીને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે ચીની રાશિને અવગણવી જોઈએ નહીં. મલેશિયાના એક સ્ટાર અખબાર મુજબ હુન સેને કહ્યું કે મે અગાઉ ન્યાયમંત્રી કોઉત રિથ સાથે ચર્ચા કરી છે અને મારી સાચી જન્મતારીખના ઉપયોગ માટે પાછો આવીશ. પીએમએ કહ્યું કે એકવાર જન્મતારીખ બદલવાની પ્રક્રિયા પૂરી થાય પછી જાહેર રીતે તેઓ જાહેરાત કરશે અને એક નોટિફિકેશન દ્વારા મિત્ર દેશોને પણ જણાવશે. 

કમ્બોડિયાના 50થી વધુ ઉંમર ધરાવતા લોકો માટે બે જન્મદિવસ હોવો એ સામાન્ય છે. કારણ કે અનેક લોકોએ 1975થી 1979 સુધી ખમેર રૂજ સાશન વખતે પોતાનો  અધિકૃત રેકોર્ડ ગુમાવ્યો હતો. કેટલાક લોકોએ 1980ના દાયકામાં સેનામાં પ્રવેશને ચકમો આપવા પોતાનો રેકોર્ડ બદલ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news