દરેક માતા-પિતા સાવધાન...આંખ ઉઘાડનારો કિસ્સો, ઓનલાઈન ગેમિંગ પાછળ છોકરીએ 52 લાખ ફૂંકી માર્યા

દરેક માતા-પિતા સાવધાન...આંખ ઉઘાડનારો કિસ્સો, ઓનલાઈન ગેમિંગ પાછળ છોકરીએ 52 લાખ ફૂંકી માર્યા

ઓનલાઈન ગેમિંગની લત કેટલી ખતરનાક હોઈ શકે છે તે વાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે એક 13 વર્ષની છોકરીએ મોબાઈલ ગેમ રમવાના ચક્કરમાં 52 લાખ રૂપિયા ઉડાવી માર્યા. એક રિપોર્ટ મુજબ ચીનમાં એક 13 વર્ષની છોકરીએ ઓનલાઈન ગેમિંગ પર 449500 યુઆન લગભગ (52,19,809) રૂપિયા ખરચ્ કરીને માત્ર ચાર મહિનાની અંદર જ પરિવારની બધી જમાપૂંજી ખતમ કરી નાખી. છોકરીની માતાના એકાઉન્ટમાં હવે માત્ર 5 રૂપિયા બચ્યા છે. વાત જાણે એમ છે કે મોટાભાગની ગેમ્સમાં પેઈડ ટુલ્સ હોય છે જે ગેમર્સને પાવરફૂલ ટૂલ સુધી પહોંચવા માટે વધુ પૈસા ખરવા લલચાવે છે અને આ પેઈડ ટૂલ્સ તેમની ગેમને વધુ સારી રીતે રમવામાં મદદ કરે છે. જો તમારું બાળક પણ આખો દિવસ મોબાઈલ પર ગેમ રમતું રહેતું હો તો સાવધાન થઈ જાઓ. કારણ કે તમારી સાથે પણ આવું બની શકે છે. આ આખો કિસ્સો ખાસ જાણો...

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે છોકરીની ટીચરે સ્કૂલમાં તેના વધુ ફોન ઉપયોગ કરવા પર ધ્યાન આપ્યું. તેને શંકા ગઈ કે તે પે-ટૂ-પ્લે ગેમની આદી બની શકે છે. ટીચરે છોકરીની માતાને આ અંગે જાણ કરી ત્યારબાદ માતાએ બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારબાદ તો મહિલાના હોશ જ ઉડી ગયા. 

એકાઉન્ટમાં માત્ર 5 રૂપિયા
છોકરીની માતાએ જોયું કે તેના એકાઉન્ટમાં માત્ર 0.5 યુઆન (લગભગ 5 રૂપિયા) બચ્યા હતા. તે ગભરાઈ ગઈ અને એક વાયરલ વીડિયોમાં રડતા રડતા બેંક સ્ટેટમેન્ટના પાના દેખાડ્યા જેમાં મોબાઈલ ગેમ્સ માટે કરાયેલી ચૂકવણીનો ખુલાસો કરાયો હતો. જ્યારે પિતાએ છોકરીને આ અંગે પૂછ્યું તો તેણે ગેમ ખરીદવા પર લગભગ 120000 યુઆન (લગભગ 13,93,828 રૂપિયા) તથા આ ગેમ ખરીદી પર વધારાના 210000 યુઆન (લગભગ 24,39,340 રૂપિયા) ખર્ચો કર્યો હોવાની વાત સ્વીકારી. આ ઉપરાંત તેણે પતોાના ઓછામાં ઓછા 10 મિત્રો માટે ગેમ ખરીદવા માટે 1 લાખ યુઆન (લગભગ 11,61,000 રૂપિયા) ખર્ચ કર્યાની વાત પણ સ્વીકારી લીધી. 

છોકરીએ સ્વીકાર્યું કે તેણે તેના મિત્રો માટે ગેમ ખરીદવા માટે ચૂકવણી કરી હતી. હકીકતમાં જ્યારે તેને ઘરમાં ડેબિટ કાર્ડ મળ્યું તો તેણે તેને પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી દીધુ હતું. એકવાર તેની માતાએ તેની સાથે કાર્ડનો પાસવર્ડ પણ શેર કર્યો હતો, જ્યારે તેઓ ઘરે નહતા અને છોકરીને પૈસાની જરૂર હતી ત્યારે આ પાસવર્ડ આપ્યો હતો. પોતાની આ હરકત છૂપાવવા માટે છોકરીએ પોતાના સ્માર્ટફોનથી મોબાઈલ ગેમ્સ સંલગ્ન તમામ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ ડિલીટ માર્યા હતા. 

હવે આ કહાની ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગઈ છે. જેનાથી લોકોમાં ચર્ચા થઈ રહી છે કે આ સ્થિતિમાં જવાબદારી કોણે લેવી જોઈએ. કેટલાકનું માનવું છે કે 13 વર્ષની છોકરીને પોતાના કામ અંગે ખબર હોવી જોઈએ જ્યારે અન્ય કેટલાક લોકોએ માતા પિતાને જવાબદાર ઠેરવ્યા. મેકગિલ યુનિવર્સિટી દ્વારા 2022ના એનાલિસિસ મુજબ ચીનમાં સ્માર્ટફોનના આદિ લોકોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ સાઉદી અરબ અને મલેશિયા આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news