Imran Khan Arrest: ઈમરાન ખાનની ધરપકડ પાછળ ચીન? પાકિસ્તાનમાં કેમ ઉઠી રહ્યો છે આ સવાલ?

Pakistan Political Crisis: પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ હંગામો મચ્યો છે. ઈમરાન ખાનના સમર્થકો રસ્તાઓ પર છે અને હિંસક વિરોધ પ્રદર્શનોનો સિલસિલો સમગ્ર દેશમાં ચાલુ છે. આ બધા વચ્ચે વિશ્લેષકો ખાનની ધરપકડ પાછળ ચીની કનેક્શન જોઈ રહ્યા છે

Imran Khan Arrest: ઈમરાન ખાનની ધરપકડ પાછળ ચીન? પાકિસ્તાનમાં કેમ ઉઠી રહ્યો છે આ સવાલ?

Pakistan Political Crisis: પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ હંગામો મચ્યો છે. ઈમરાન ખાનના સમર્થકો રસ્તાઓ પર છે અને હિંસક વિરોધ પ્રદર્શનોનો સિલસિલો સમગ્ર દેશમાં ચાલુ છે. આ બધા વચ્ચે વિશ્લેષકો ખાનની ધરપકડ પાછળ ચીની કનેક્શન જોઈ રહ્યા છે. 

ચીની વિદેશમંત્રીનો પાકિસ્તાન પ્રવાસ
વાત જાણે એમ છે કે ચીનના વિદેશમંત્રી કિન ગાંગ હાલમાં જ પાકિસ્તાનના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું હતું કે જે વિવાદમાં આવી ગયું. પાકિસ્તાનના વિશ્લેષકોનું કહેવું છે કે ચીનના વિદેશ મંત્રીનું આ નિવેદન પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં એક પ્રકારનો હસ્તક્ષેપ છે. તેમના જણાવ્યાં મુજબ કોઈ દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવો એ ચીનની નીતિ રહી છે. 

શું નિવેદન આપ્યું હતું ચીનના વિદેશમંત્રીએ
વાત જાણે એમ છે કે ચીનના વિદેશમંત્રી કિન ગાંગે કહ્યું હતું કે સ્થિરતા વિકાસનો આધાર છે, એક પાડોશી અને મિત્ર તરીકે અમે પૂરી ઈમાનદારીથી આશા કરીએ છીએ કે પાકિસ્તાનમાં રાજકીય તાકાતો સામાન્ય મત બનાવશે અને સ્થિરતાને જાળવી રાખશે. આ સાથેજ અધિક પ્રભાવી રીતે ઘરેલુ અને વિદેશી પડકારોનું સમાધાન કરવામાં આવશે. અહીં એ વાત પણ મહત્વની છે કે ચીની વિદેશમંત્રીની ગયા બાદ પાકિસ્તાનમાં ઈમરાન ખાન વિરુદ્ધ એક્શન શરૂ થઈ ગયું. 

શાહબાજ સરકાર ચીન સાથે સારા સંબંધ ઈચ્છે છે
શાહબાજ શરીફની સરકકાર ચીન સાથે સંબંધ સારા કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર  હાલમાં જ ચીનના પોતાના પહેલા પ્રવાસે ગયા હતા. જ્યારે ચીની રક્ષામંત્રીએ પણ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને સીપીઈસી પ્રોજેક્ટમાં વિલંબ પર નાખુશી વ્યક્ત કરી હતી. ચીન આ પ્રોજેક્ટને જેમ બને તેમ જલદી આગળ વધારવા માંગે છે પરંતુ ઈમરાન ખાનની ઘર્ષણવાળી રાજનીતિ વચ્ચે આવી રહી છે. 

હાલમાં જ અમેરિકી ગુપ્ત દસ્તાવેજોથી એ વાત સામે આવી હતી કે પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે અમેરિકા સાથે સારા સંબંધ જાળવી રાખવ ામાટે ચીન સાથે પોતાની રણનીતિક ભાગીદારીનો ત્યાગ કરવા વિરુદ્ધ દેશને ચેતવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news