'મૂડ નથી તો ઓફિસ આવવાની જરૂર નથી'....આ કંપની કર્મચારીઓને આપે છે ગજબની અનહેપ્પી લીવ

Unhappy Leave: એક કંપનીએ એવી રજા અંગે જાહેરાત કરી છે જેને જાણીને તમને નવાઈ લાગશે. નોકરી કરતા લોકોની હંમેશા એક પરેશાની જોવા મળતી હોય છે કે પર્સનલ લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ ઝેલતા હોય પરંતુ આમ છતાં ઓફિસ જવું જ પડે અને ફોકસ થઈને કામ કરવું પડે. કર્મચારીઓને સારી વર્ક લાઈફ બેલેન્સ કરવામાં મદદરૂપ થવા માટે 'Unhappy Leave' ની શરૂઆત કરી છે.

'મૂડ નથી તો ઓફિસ આવવાની જરૂર નથી'....આ કંપની કર્મચારીઓને આપે છે ગજબની અનહેપ્પી લીવ

નોકરી કરતા લોકોની હંમેશા એક પરેશાની જોવા મળતી હોય છે કે પર્સનલ લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ ઝેલતા હોય પરંતુ આમ છતાં ઓફિસ જવું જ પડે અને ફોકસ થઈને કામ કરવું પડે. ઘરેલું સમસ્યા ગમે તેટલી મોટી હોય પણ ઓફિસ આગળ તે વામણી થઈ જાય છે. બ્રેક અપનો સમય હોય તો કામકાજમાં મન પરોવવું પણ અઘરું થઈ પડે છે ત્યારે ચીનની એક કંપનીએ એવી રજા અંગે જાહેરાત કરી છે જેને જાણીને તમને નવાઈ લાગશે. 

અનહેપ્પી લીવ
ચીનમાં એક રિટેલ ટાઈકૂને કર્મચારીઓને સારી વર્ક લાઈફ બેલેન્સ કરવામાં મદદરૂપ થવા માટે 'Unhappy Leave' ની શરૂઆત કરી છે. માર્ચના અંતમાં 2024ના ચાઈના સુપરમાર્કેટ વીક દરમિયાન યુ ડોંગલાઈ, જે મધ્ય ચીનના હેનાના પ્રાંતમાં એક રિટેલ ચેન, પેંગ ડોંગ લાઈના સંસ્થાપક અને અધ્યક્ષ છે, તેમણે જાહેરાત કરી કે કર્મચારીનો મૂડ ઠીક ન હોવાના મુદ્દે 10 દિવસની છૂટ્ટી તેઓ ભોગવી શકશે. 

નથી ખુશ? કામે ન આવો
તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે દરેક સ્ટાફ મેમ્બરને ફ્રીડમ મળે. દરેકનો એવો સમય આવે છે કે જ્યારે તે લાઈફમાં ખુશ હોતા નથી આથી જો તમે ખુશ નથી તો કામ પર ન આવો. યુ ઈચ્છે છે કે કર્મચારી પોતાનો આરામનો સમય ફ્રીલી નક્કી કરે અને તે બધાને કામ બહાર પૂરતો આરામ મળે. તેમણે એમ પણ કહ્યું કે મેનેજમેન્ટ દ્વારા આ રજાની ના પાડી શકાશે નહીં. અત્રે જણાવવાનું કે આ ચાઈના સુપરમાર્કેટ વીક દેશના સુપરમાર્કેટ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સિક્સ ડે  ગેધરિંગ છે. 

હું આ કંપનીમાં સ્વીચ કરવા માંગુ છું
અનહેપ્પી લીવના આઈડિયાને મેન લેન્ડના સોશિયલ મીડિયા પર ખુબ સપોર્ટ મળ્યો છે. વીબો પર એક વ્યક્તિએ કહ્યું કે આટલા સારા બોસ અને આ કંપનીના કલ્ચરને દેશભરમાં પ્રસાર કરવો જોઈએ. એક અન્યએ  કહ્યું કે હું આ કંપનીમાં સ્વીચ કરવા માંગુ છું. મને લાગે છે કે મને ત્યાં ખુશી અને સન્માન મળશે. અત્રે જણાવવાનું કે ચીનમાં કાર્યસ્થળની ચિંતા પર 2021ના સર્વે મુજબ 65 ટકાથી વધુ કર્મચારીઓ કામ પર થાકેલા અને દુખી મહેસૂસ કરે છે. 

આ અગાઉ માર્ચ 2023માં યુએ એક ભાષણમાં જણાવ્યું હતું જેમાં તેમણે લાંબા સમય સુધી કામ કરતા રહેવાની વકીલાત કરનારા ચીની માલિકોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કર્મચારીઓ પાસે ઓવરટાઈમ કરાવવો અનૈતિક છે અને અન્ય લોકોના વિકાસની તકોનું હનન છે. યુની રોજગારી નીતિ નિર્ધારિત કરે છે કે કર્મચારીઓ દિવસમાં ફક્ત 7 કલાક કામ કરે, વિકેન્ડમાં રજા લે, 30થી 40 દિવસની વાર્ષિક રજાઓ અપાય, લૂન ન્યૂ યર દરમિયાન પણ 5 દિવસની રજા મળે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news