ચીન: ઉઇગર મુસ્લિમોની પત્નીઓ થઇ રહી છે ગુમ: સરકાર છે જવાબદાર પરંતુ પોલીસનો જવાબ ચોંકાવનારો

છેલ્લા 1 મહિનાની અંદર જ 200 ઉઇગર વેપારીઓની પત્ની થઇ ગુમ, પોલીસ આપી રહી છે વિચિત્ર જવાબ

ચીન: ઉઇગર મુસ્લિમોની પત્નીઓ થઇ રહી છે ગુમ: સરકાર છે જવાબદાર પરંતુ પોલીસનો જવાબ ચોંકાવનારો

ઇસ્લામાબાદ : ચીનનાં ઉઇગર મુસ્લિમો સામે એક નવી સમસ્યા પેદા થઇ ગઇ છે. સમાચાર છે કે શિંજિયાંગ પ્રાંતમાં 200 કરતા વધારે મુસલમાન વેપારીઓની પત્ની ગાયબ થઇ ચુકી છે. તંત્રને તેની ફરિયાદ કરતા જાણવા મળ્યું કે, તેમની પત્નીઓને કોઇ એજ્યુકેશન સેંટરમાં લઇ જવામાં આવ્યા છે. પાકિસ્તાનનાં ચૌધરી જાવેદ અટ્ટાની પણ પત્ની એક વર્ષ પહેલા ગાયબ થઇ ગઇ હતી અને હજી સુધી પરત નથી ફરી. અટ્ટાને પોતાની પત્નીની શોધ કરવા માટે વીઝા રિન્યુ કરાવવા માટે પરત પાકિસ્તાન આવવું પડ્યું. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અટ્ટાએ જણાવ્યું કે, તેમની પત્નીનાં અંતિમ શબ્દો હતા કે જેવા તમે જશો તેઓ મને કેમ્પમાં લઇ જશે અને તે ફરી ક્યારે પણ પરત નહી ફરી શકે. ઓગષ્ટ 2017તી અટ્ટાની પત્ની અમીના માનજી ગાયબ છે. અટ્ટાના અનુસાર શિંજિયાંગ પ્રાંતમાં 200થી વધારે પાકિસ્તાની વેપારીઓની પત્નીઓ ગાયબ થઇ ચુકી છે. તેની ફરિયાદ કરવા અંગે ચીનનાં અધિકારીઓએ કહ્યું કે, તેને શૈક્ષણીક કેન્દ્ર લઇ જવામાં આવ્યા છે. 

ચીન પર ઉઇગર મુસ્લિમોને નજરકેદ રાખવાનો આરોપ છે. તે પણ આરોપ લગાવવામાં આવ્યો કે, ઉઇગર મુસ્લિમો રી-એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે જથી તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓથી દુર રહે. તેની પાછળનું કારણ હિંસા અને તોફાનોને જોતા સરકારની કાર્યવાહીને જણાવાઇ રહ્યું છે. અટ્ટાનો આરોપ છે કે જેને ચીનનાં અધિકારી શૈક્ષણીક કેન્દ્ર ગણાવે છે, હકીકતમાં તે એક જેલ છે. 

ચીનમાં પોતાની પત્નીની શોધ કરનારા અટ્ટા કહે છે કે તેનાં 5 અને 7 વર્ષનાં બે બાળકો છે. જો કે બાળકોને ત્યાં છોડીને જવા માટે મજબુર છે કારણ કે ચીનનાં અધિકારીઓએ બાળકોનાં પાસપોર્ટ જપ્ત કરી લીધા છે. બીજી તરફ ઉઇગર મુસ્લિમો અંગે ચીન હંમેશા જવાબ આપે છે કે તેની નીતિઓ શિજિયાંગ પ્રાંતમાં શાંતિ અને સ્થાયીત્વ લાવવાની છે. જ્યારે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં અભિયાન હેઠળ અશાંત ક્ષેત્રોમાં કોઇ વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. 

જેમાં 10 લાખ કરતા પણ વધારે ઉઇગર મુસ્લિમોને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી દુર રાખવાનો પણ સમાવેશ થાય છે. આ જ કારણે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકન સરકારની ચિંતા પણ વધી ચુકી છે. આ મુદ્દે અનેક વખત ચીન સામે ઉઠાવવામાં આવી ચુક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news