ભારતના કઠોર વલણથી નરમ પડ્યો ડ્રેગન, ચીનના રાજદૂતે બંને દેશોને લઇને આપ્યું આ નિવેદન

લદાખ હિંસા બાદ જે રીતે ભારત (India)એ ચીન (China)ને જવાબ આપ્યો છે, તેનાથી બેઇજિંગના હોશ ઠેકાણે આવી ગયા છે. તેને હવે આ સમજાઇ ગયું છે કે, ભારતની સાથે દુશ્મની ઘણી ભારે પડી શકે છે.

Updated By: Jul 31, 2020, 03:16 PM IST
ભારતના કઠોર વલણથી નરમ પડ્યો ડ્રેગન, ચીનના રાજદૂતે બંને દેશોને લઇને આપ્યું આ નિવેદન

બેઇજિંગ: લદાખ હિંસા બાદ જે રીતે ભારત (India)એ ચીન (China)ને જવાબ આપ્યો છે, તેનાથી બેઇજિંગના હોશ ઠેકાણે આવી ગયા છે. તેને હવે આ સમજાઇ ગયું છે કે, ભારતની સાથે દુશ્મની ઘણી ભારે પડી શકે છે.

ચીનના રાજદૂત સુન વીડોન્ગ (Sun Weidong)ના નિવેદનથી તે સ્પષ્ટ થઇ રહ્યું છે કે, ચીન ભારત તરફથી કરવામાં આવેલી ડિજિટલ સ્ટ્રાઇકથી ગભરાઇ રહ્યું છે. વીડોન્ગનું કહેવું છે કે, ભારતથી ચીનની અર્થવ્યવસ્થાને અલગ કરી શકાય નહીં. જો અમે એવું કરશું તો બંને દેશોને નુકસાન ઉઠાવવું પડશે. ચીનના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરતા બેઇજિંગના તમામ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો અને સાથે સાથે તેની કંપનીઓને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:- રાફેલે વધારી ચીનની બેચેની, ગભરાયું પાકિસ્તાન; દબાણ ઓછું કરવા આપી રહ્યાં છે આ નિવેદન

સુન વીડોન્ગે ભારતની સાથે સંબંધને લઇ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે ચીન ભારત માટે ખતરો નથી અને આ હકિકતને ઠુકરાવી શકાતી નથી. આપણે એક બીજા વગર રહી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે કોઇને નુકસાન પહોંચાડવા નથી માંગતા. ચીન અને ભારતની અર્થવ્યવસ્થા એક બીજા પર ટકી છે. જો આ અલગ કરવામાં આવે છે તો બંને દેશોને નુકસાન ઉઠાવવું પડશે.

ચીન રાજદૂતના જણાવ્યા અનુસાર, ચીન હમેશાં વિન-વિન કોઓપરેશનની વકિલાત કરે છે અને ઝીરો-સમ ગેમના વિરોધમાં છે. બંને દેશોની અર્થવ્યવસ્થાઓ એક-બીજા સાથે જોડાયેલી છે અને તેને અલગ કરવાનું પરિણામ નકારાત્મ થશે.

આ પણ વાંચો:- કોરોના સંક્ટ વચ્ચે કુવેતથી ભારતીય કામદારો માટે આવ્યા ખરાબ સમાચાર

ઉલ્લેખનીય છે કે, લદાખ હિંસા બાદ બંન દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે ચીનને આર્થિક મારચા પર અત્યાર સુધી નુકસાન પહોંચાડ્યું છે. જેનાથી ડ્રેગન ગભરાયું છે. મોદી સરકારે બે ભાગમાં Tik Tok સહિત તમામ ચીન એપ્સને પ્રતિબંધ કરી છે. આ ઉપરાંત સરકારે ચીનને વધુ એક ઝટકો આપતા કલર ટીવીની આયાત પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તેની પાછળ સરકારનો ઉદેશ્ય ઘરેલૂ નિર્માણને આગળ વધારવા અને બીજા દેશો ખાસ કરીને ચીનથી કલર ટીવીની આયાતને નિરાશ કરવાનો છે.

આ પણ વાંચો:- અમેરિકા સાથે યુદ્ધ કરવા ચીન તૈયાર? South China Seaમાં ઉતાર્યા શક્તિશાળી બોમ્બર

ભારત દ્વારા સતત કરવામાં આવી રહેલી કાર્યવાહીથી ચીનના હોશ ઠેકાણે આવી રહ્યાં છે. તેને સમજાઇ રહ્યું છે કે, તે વધારે દિવસ સુધી ભારતથી દુશ્મની કરી શકશે નહીં. આ કારણ છે કે હવે તેના સુર બદલાવવા લાગ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube