ચીનનો મોટો આરોપ, 'ખુલ્લેઆમ આર્થિક આતંકવાદ' પર ઉતરી આવ્યું છે અમેરિકા
ટ્રેડ વોર વચ્ચે ચીને ગુરુવારે અમેરિકા પર આક્રમક પ્રહાર કરતા તેના પર 'ખુલ્લેઆમ આર્થિક આતંકવાદ' ફેલાવવાનો આરોપ લગાવી દીધો.
Trending Photos
બેઈજિંગ: ટ્રેડ વોર વચ્ચે ચીને ગુરુવારે અમેરિકા પર આક્રમક પ્રહાર કરતા તેના પર 'ખુલ્લેઆમ આર્થિક આતંકવાદ' ફેલાવવાનો આરોપ લગાવી દીધો.
દુનિયાની બે પ્રમુખ અર્થવ્યવસ્થાઓ વચ્ચે ખુબ વિવાદ જોવા મળી રહ્યો છે. વેપાર સમજૂતિને લઈને વાત અટકેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિને ચીનની વસ્તુઓ પર આયાત ટેક્સ વધાર્યો છે. આ સાથે જ ચીનની દૂરસંચાર ક્ષેત્રની દિગ્ગજ કંપની હવાવેઈને બ્લેક લિસ્ટ કરી છે.
ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ હનહુઈએ અહીં એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે અમે વેપાર યુદ્ધની વિરુદ્ધમાં છીએ. પરંતુ તેનાથી ડરતા નથી. અમેરિકા આર્થિક આતંકવાદમાં નાગાઈ પર ઉતરી આવ્યું છે. તેનું વલણ આર્થિક દ્રષ્ટિથી ઉગ્રરાષ્ટ્રવાદ અને બીજાને ડરાવીને ધમકાવનારું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે વેપાર યુદ્ધમાં કોઈ વિજેતા થતુ નથી.
જુઓ LIVE TV
અમેરિકા દ્વારા ડ્યૂટી વધાર્યા બાદ ચીને જવાબી પગલું ભર્યું છે. ચીનના મીડિયાએ સૂચન આપ્યું છે કે તે અમેરિકાને રેર અર્થ (દુર્લભ ખનિજો)ની નિકાસ રોકી દે જેનાથી તે ટેક્નોલોજી પ્રોડક્ટ્સ માટે મહત્વપૂર્ણ સામગ્રીથી વંછિત થઈ જાય.
(ઈનપુટ એએફપીમાંથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે