ચીનના સમગ્ર વિશ્વમાં પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો: અમેરિકા

નેશનલ રિવ્યુ ઇંસ્ટિટ્યુટનાં 2019નાં આઇડિયા સમિટમાં લેખક અને પત્રકાર રિચ લોરી સાથે વાત કરતા પોમ્પિયોએ કહ્યું કે, તેઓ દક્ષિણ ચીન સાગરમાં એટલા માટે આગળ નથી વધી રહ્યા કારણ કે તેમને નેવિગેશનની આઝાદી જોઇએ

ચીનના સમગ્ર વિશ્વમાં પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો: અમેરિકા

વોશિંગ્ટન : વિશ્વનાં અનેક દેશોમાં ચીનનો કનેક્ટિવિટી પ્રોજેક્ટ (બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ) તે દેશો માટે આર્થિક સહયોગ ઓછો અને રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો વધારે છે. જે સમયે બીજિંગ બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું ચે, તે સમયે અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આ વાત કરી છે. BRIને વન બેલ્ટ વન રોડ (OBOR) પણ કહેવામાં આવે છે. ચીનનો દાવો છે કે અબજો ડોલરનો આ પ્રોજેક્ટ એશિયા, આફ્રીકા, ચીન અને યુરોપ વચ્ચે કનેક્ટિવિટી અને સહયોગને વધારશે. 

ગુરૂવારે પોમ્પિયોએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, ચીનનું આ પગલું અમેરિકા અને તેના મિત્ર તથા સહયોગી રાષ્ટ્રી માટે સુરક્ષાનો ખતરો છે. ગુરૂવારે પોમ્પિયોએ ચેતવણી ભર્યા લહેજામાં કહ્યું કે, ચીનનું આ પગલું અમેરિકા, તેના મિત્ર અને સહયોગીઓ માટે સુરક્ષાત્મક ખતરો છે. નેશનલ રિવ્યુ ઇંસ્ટીટ્યુટનાં 2019નાં આઇડિયા સમિટનાં લેખક અને પત્રકાર રિચ લોરી સાથે વાત કરતા પોમ્પિયોએ કહ્યું કે, તેઓ દક્ષિણ ચીન સાગરમાં એટલા માટે આગળ નથી વધી રહ્યા કારણ કે તેમને નિવેગેશનની આઝાદી જોઇએ.
ટેરર ફંડિગ મુદ્દે EDની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત

સમગ્ર વિશ્વમાં બંદરની પાછળ તેમનો ઉદ્દેશ સારા શિપબિલ્ડર બનવાનો નથી, પરંતુ તેના કારણે અનેક પગલા સંબંધિત દેશનાં માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે.તેમણે કહ્યું કે, બેલ્ટ એન્ડ રોડ પહેલો (BRI)ની સાથે પણ એવું જ છે. ભારતે બીઆરઆઇનાં જહિસ્સા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. આ ત્રણ હજાર કિલોમીટરની યોજનાનો ઇરાદો ચીન અને પાકિસ્તાનને રેલ, માર્ગ, પાઇપલાઇન અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા જોડવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news