China: નવી ટીમની સાથે સામે આવ્યા ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ, લી કિયાંગ બની શકે છે PM
China News: માર્ચ 2023માં વર્તમાન પ્રધાનમંત્રી કછ્યાંગનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આગામી પ્રધાનમંત્રી તરીકે લી કિયાંગનું નામ સૌથી આગળ ચાવી રહ્યું છે.
Trending Photos
બેઇજિંગઃ China News: ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીની 20મી પાર્ટી કોંગ્રેસ બેઠક ખતમ થયા બાદ આજે રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સત્તામાં પોતાની ત્રીજી ઈનિંગ અને નવી ટીમની સાથે સામે આવ્યા. સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું કે ક્યા તેવર અને ક્લેવર સાથે ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી રાજ કરશે જ્યાં રાષ્ટ્રપતિ શીના શબ્દો જ શાસન છે.
પાર્ટી કોંગ્રેસની બેઠક અને સેન્ટ્રલ કમિટીની પ્રથમ સામાન્ય બેઠક બાદ રાષ્ટ્રપતિ શી સહિત કુલ 7 સભ્યો મીડિયા કેમેરામાં લાગેલા પાવર વોક કરતા સામે આવ્યા. આ ચીનની શક્તિશાળી પોલિત બ્યૂરો સ્ટેન્ડિંગ કમિટીનો નવો ચહેરો છે. તેમાં લી કિયાંગ (Li Qiang), ઝાઓ લેજી (Zhao Leji), વાંગ હુનિંગ (Wang Huning), કાઈ ચી (Cai Qi), ડિંગ શુએશિયાંગ (Ding Xuexiang) અને Xi Li સામેલ છે.
આ ટીમમાં લિ કિયાંગને મુખ્ય રીતે જગ્યા મળી છે જે શંઘાઈના પાર્ટી પ્રમુખ છે. માર્ચ 2023માં વર્તમાન પ્રધાનમંત્રી લી કછ્યાંગનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ લી કિયાંગનું પ્રધાનંમત્રી બનવાનું નક્કી છે. બેઠકમાં રોચક એન્ટ્રી ડિંગ શુએશિયાંગની છે જે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના જનરલ ઓફિસ પ્રમુખ છે. પાર્ટી કોંગ્રેસની બેઠકમાં જે વ્યક્તિ કાઓ શાઓશુન પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને લઈને બહાર ગયા તે ડિંગની કરામત હતી. ડિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
આ પહેલા પાર્ટી કોંગ્રેસ બેઠકના અંતિમ સત્રમાં રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બે લોકોની મદદથી બહાર લાવવામાં આવ્યા. તેની પાછળ ભલે 79 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને જણાવવામાં આવી રહ્યું હોય જે અંતિમ સત્રમાં બન્યા રહેવાની વાત કરી રહ્યાં હતા પરંતુ તે વાતથી ઇનકાર કરી શકાય નહીં કે બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ચાઇનાથી આવેલી આ તસવીરો પાછળ સત્તાની ખેંચતાણ પણ હોય.
ચીનની સત્તામાં 2003-2013 સુધી રાષ્ટ્રપતિ રહેલા હુ જિન્તાઓ પાર્ટી CCYL (યુથ લીગ) જૂથની આગેવાની કરતા હતા. તો શી જિનપિંગ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ જેમિનના શંઘાઈ ગ્રુપના સભ્ય રહ્યાં. પરંતુ શીએ સત્તાપાર મજબૂત પકડ બનાવતા ભ્રષ્ટાચાર વિરોધી મુહિમ હેઠળ CCYL જૂથ અને શંઘાઈ ગ્રુપ બંનેના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. છેલ્લા 10 વર્ષમાં શી રાજમાં 7.60 લાખ પાર્ટી પદાધિકારીઓ અને સરકારી હોદ્દેદારો પર કાર્યવાહી કરવામાં આવી. નવી સ્ટેન્ડિંગ કમિટી, પોલિત બ્યૂરો અને સેન્ટ્રલ કમિટીના ચહેરાથી સ્પષ્ટ છે કે શીએ પોતાના વફાદારો અને વિશ્વાસુને જગ્યા આપી છે.
પરંતુ ચીનની સત્તાના શિખર પર હજુ પુરૂષોનું વર્ચસ્વ છે. ન તો પોલિત બ્યૂરો સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ મહિલાને જગ્યા આપવામાં આવી છે અને ન તો પોલિત બ્યૂરોમાં. સેન્ટ્રલ કમિટી માટે ચૂંટવામાં આવેલા 205 સભ્યોમાં માત્ર 11 મહિલાઓને સામેલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે