હવે આઈસ્ક્રીમમાં મળ્યો કોરોના વાયરસ, આ દેશમાં મચ્યો હડકંપ
કોરોના વાયરસ સામે વેક્સીનની તૈયારી સમગ્ર દુનિયામાં ચાલી રહી છે. આ વચ્ચે ચીનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો. ચીનની એક આઈસ્ક્રીમ ફેક્ટરીમાં તપાસ દરમિયાન કોરોનાનો જીવતો વાયરસ મળ્યો છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ સામે વેક્સીનની તૈયારી સમગ્ર દુનિયામાં ચાલી રહી છે. આ વચ્ચે ચીનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો. ચીનની એક આઈસ્ક્રીમ ફેક્ટરીમાં તપાસ દરમિયાન કોરોનાનો જીવતો વાયરસ મળ્યો છે. બેઇજિંગથી નજીક Tanjian માં તપાસ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું કે ઠંડીને કારણે કોરોના આઈસ્ક્રીમમાં જીવંત રહ્યો.
આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કોરોના
Tanjian શહેરના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની પુષ્ટિ થતાં જ ફેક્ટરીને (Factory) સીલ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસની પુષ્ટિ થતા ફેક્ટરી 1600થી વધુ કામદારોને નમૂના લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને ક્વોરેન્ટાઇન (Quarantine) મોકલવામાં આવ્યા હતા. રાહતની વાત છે કે 700થી વધુ કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ (Negative) આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે કોઈ પણ કર્મચારીને આઇસક્રીમથી સંક્રમિત થયાના સંકેત મળ્યા નથી. રિપોર્ટ્સ અનુસાર, આઇસક્રીમના 400 જેટલા કાર્ટૂન માર્કેટમાં સપ્લાય કરવામાં આવ્યા છે અને 29 હજારથી વધુ કાર્ટૂન વેચવાના બાકી છે.
ન્યુઝીલેન્ડ, યૂક્રેનથી આવ્યો હતો આઈસ્ક્રીમનો સામાન
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે મિલ્ક પાવડર (Milk Powder) ન્યુઝીલેન્ડથી અને વ્હી પાઉડર (Whey Powder) આઇસક્રીમ બનાવવા માટે યુક્રેનમાંથી મંગાવવામાં આવ્યો હતો. હવે તપાસ થઈ રહી છે કે કોરોના વાયરસ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કેવી રીતે પહોંચ્યો. તે સંક્રમિત વ્યક્તિ પાસેથી ફેક્ટરીમાં પહોંચે છે અથવા વિદેશથી આયાત કરેલા માલ પર કોરોના જીવંત છે કે કેમ તે સ્વાસ્થ્ય અધિકારીઓ માટે પુષ્ટિ કરવી એક મોટો પડકાર છે.
આ પણ વાંચો:- Farmers Protest: કિસાનોની ટ્રેક્ટર રેલી પર શું હશે Supreme Courtનો નિર્ણય? આવતીકાલે સુનાવણી
કોરોના પર ચીનની સ્પષ્ટતા
આખું વિશ્વ જાણે છે કે 2019 માં કોરોનાની શરૂઆત વુહાન (Wuhan) શહેરમાં થઈ હતી, પરંતુ ચીન સ્પષ્ટપણે આ વાતનો ઇનકાર કરી રહ્યું છે. ચીન કહે છે કે કોરોના વાયરસ ચીનમાં વિદેશથી આવ્યો હતો અને તે ચીનમાં શરૂ થયો ન હતો. તમને જણાવી દઈએ કે, ચીન ઉપર પણ મોતની સંખ્યા છુપાવવાના આરોપ પણ છે કેમ કે, ચીનનું કહેવું છે કે, તેના દેશમાં કુલ 88,227 કોરોના કેસ છે, જેમાંથી ફક્ત 4653 લોકોના જ મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે