સ્પેનમાં કોરોનાનો કહેર, 4 હજારને પાર પહોંચ્યો મૃત્યુઆંક
સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાક દરમિયાન 655 નવા મોત નોંધાયા છે. આ સાથે સ્પેનમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 4089 પર પહોંચી ગઈ છે.
Trending Photos
મેડ્રિડઃ વિશ્વમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયસને કારણે વિશ્વમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. તો સ્પેનમાં હવે મૃત્યુ પામનારનો આંકડો 4000ને પાર પહોંચી ગયો છે.
સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાક દરમિયાન 655 નવા મોત નોંધાયા છે. આ સાથે સ્પેનમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 4089 પર પહોંચી ગઈ છે. તો સ્પેનમાં અત્યાર સુધી 56188 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
સ્પેનમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. સ્પેનમાં 14 માર્ચે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને ગુરૂવારે 11 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે.
ઈટાલીમાં સૌથી વધુ મોત
બુધવારે સ્પેનમાં કોરોના વાયરસને કારણે 738 લોકોના મોત થયા હતા. આ મોતની સાથે સ્પેન કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોતના મામલામાં બીજા નંબરે આવી ગયું છે. પહેલા નંબર પર ઈટાલી છે, જ્યાં કોરોના વાયરસને કારણે 7500થી વધુના મોત થયા છે. ત્રીજા નંબર પર ચીન છે જ્યાં 3200થી વધુના મોત થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે