મહામારી

Corona Update: દેશના આ 7 રાજ્યના 60 જિલ્લામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, કુલ કેસ 57 લાખને પાર 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 86,508 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 5,732,519 પર પહોંચ્યો છે. જેમાંથી 9,66,382 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 46,74,988 દર્દીઓ સાજા થઈ ગયા છે.

Sep 24, 2020, 11:23 AM IST

Corona ની દહેશત: આ દેશે ભારતથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી 

કોરોના (Corona virus) ના વધતા જોખમને જોતા સાઉદી અરેબિયા Saudi Arabia) એ ભારત આવનારી અને જનારી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. ભારતની સાથે સાથે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી પણ મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યા છે. 

Sep 24, 2020, 08:10 AM IST

Corona Update: કોરોનાના વધતા પ્રકોપથી સરકાર ચિંતાતૂર, આ રાજ્યોમાં લાગુ થયા નવા પ્રતિબંધ 

કોરોના વાયરસ (Corona Virus) નો જે રીતે વ્યાપ જોવા મળી રહ્યો છે  તેનાથી સરકારની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  83,347 કેસ નોંધાયા છે. આ સાથે જ હવે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 56 લાખ પાર ગઈ છે. કુલ આંકડો 5,646,011 થયો છે.

Sep 23, 2020, 11:34 AM IST

Corona Update: કોરોનાના સતત વધી રહેલા કેસ સામે મળ્યા રાહતના સમાચાર, જાણો લેટેસ્ટ સ્થિતિ

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 86,961 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 54,87,581 પર પહોંચ્યો છે. જેમાંથી 10,03,299 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. સૌથી રાહત જે વાતની મળે છે તે એ છે કે દેશમાં રિકવરી રેટ દિન પ્રતિદિન સારો થઈ રહ્યો છે.

Sep 21, 2020, 12:17 PM IST

Noam Chomsky ની ચેતવણી, કોરોનાથી તો બચી જશો પણ આ 2 ભયાનક સંકટથી કેવી રીતે દુનિયા બચશે

જો કોરોનામાંથી માનવજાતિ ઉગરી ગઈ તો પણ ત્યારબાદ આવનારા બીજા બે સંકટોથી આ દુનિયાને કોણ બચાવશે? માનવતા પર મંડરાઈ રહેલા બે મોટા સંકટોની સામે કોરોના મહામારી તો કઈ જ નથી.

Sep 21, 2020, 09:41 AM IST

કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ

સરકારે અનલોક 4.0 (Unlock-4.0) માં દેશભરમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે આજથી વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારીને કારણે છેલ્લા અનેક મહિનાથી શાળાઓ બંધ હતી. જો કે કન્ટેઈન્મેઈન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ શાળાઓ ખુલશે અને તે જ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. 

Sep 21, 2020, 07:03 AM IST

Corona: જીવલેણ કોરોના પર મળ્યા અત્યંત રાહતના સમાચાર, ખાસ જાણો 

કોરોના વાયરસને પછાડવામાં ભારતના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

Sep 19, 2020, 02:49 PM IST

Corona Updates: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક મહિનામાં એક કરોડ નવા દર્દીઓ

કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એ હદે વધી રહ્યો છે સમગ્ર વિશ્વની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાના કેસ 3 કરોડને પાર ગયા છે. જેમાંથી છેલ્લા એક કરોડ કેસ તો એક મહિનામાં જ વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં 93,337નો વધારો થયો છે.

Sep 19, 2020, 09:56 AM IST

માત્ર કંગના જ નહીં, આ મહિલા MP પણ ખટકે છે શિવસેનાને! અમરાવતીમાં બદલી નાખ્યો હતો પાર્ટીનો ઈતિહાસ

અભિનેત્રીમાંથી નેતા બનેલા નવનીત રાણાએ અમરાવતીમાં શિવસેનાનો ઈતિહાસ બદલી નાખ્યો. હાલ કોરોના સંક્રમિત હોવાથી તેઓ સારવાર હેઠળ છે. સંજય રાઉત વિશે પણ નિવેદન આપ્યું હતું. 

Sep 19, 2020, 07:07 AM IST

Corona Updates: હવે ડરાવી રહ્યો છે કોરોના...કૂદકેને ભૂસકે વધતા કેસ અને મૃત્યુના આંકડા ચોંકાવનારા

દેશમાં રોજે રોજ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધતા જાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 96,424 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 52,14,678 પર પહોંચ્યો છે. જેમાંથી હાલ 10,17,754 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 41,12,552 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 1174 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 84,372 પર પહોંચ્યો છે. 

Sep 18, 2020, 10:20 AM IST

Corona Updates: દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા 24 કલાકમાં મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 51 લાખથી વધુ

કોરોનાનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના કેસ 51 લાખ પાર ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 97,894 નવા દર્દીઓ નોંધાયા છે.

Sep 17, 2020, 10:22 AM IST

કોરોનાના રેડ ઝોન, આ 10 રાજ્યોમાં છે Corona બેકાબૂ!, જાણો ગુજરાતની શું છે સ્થિતિ 

ભારતમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 90123 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 1290 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 50,20,360 પાર ગયો છે. જેમાંથી  9,95,933 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 39,42,361 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 82,066  લોકોના મૃત્યુ થયા છે. 

Sep 16, 2020, 11:47 AM IST

માત્ર 4 કલાકની નોટિસ પર કેમ થયું હતું Lockdown, તેનાથી શું ફાયદો થયો? સરકારે આપ્યો જવાબ 

દેશમાં ફક્ત ચાર કલાકની નોટિસ પર માર્ચમાં થયેલા લૉકડાઉન અંગે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ મંગળવારે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો તો કેન્દ્ર સરકારે લેખિતમાં જવાબ આપ્યો. સરકારે કહ્યું કે દુનિયાના અનેક દેશોના મહાનુભવોને જોતા વિશેષજ્ઞોની ભલામણ પર આ પગલું લેવાયું હતું. લોકોની અવરજવરથી દેશભરમાં કોરોના ફેલાવવાનું જોખમ હતું. 

Sep 16, 2020, 07:28 AM IST

Corona Updates: દેશમાં કોરોનાના કુલ કેસ 49 લાખ પાર, 80 હજારથી વધુ લોકોના મૃત્યુ

સતત વધી રહેલા કોરોનાના કેસ સામે આજે થોડી રાહત મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 83,809 દર્દીઓ નોંધાયા છે.

Sep 15, 2020, 10:45 AM IST

Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે

જો તમે કોરોનાને એકદમ હળવાશમાં લેતા હોવ તો સાવધાન થઈ જજો. કોરોનાએ હવે તેનો અસલ રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. 

Sep 14, 2020, 02:53 PM IST

Coronavirus: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી વિશે કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે તેમણે કરેલા કામોને બિરદાવ્યા છે. 

Sep 14, 2020, 01:25 PM IST

Corona Updates: કોરોનાએ મચાવ્યો હાહાકાર, 24 કલાકમાં 92 હજાર કરતા વધુ નવા દર્દીઓ

ભારતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 92,071 દર્દીઓ નોંધાયા છે.

Sep 14, 2020, 10:54 AM IST

coronavirus પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, એક મહિલાએ ખોલી ડ્રેગનની પોલ, નહીં બચે હવે ચીન!

કોરોના વાયરસ અંગે ચીનની મહિલા વાયરોલોજિસ્ટ ડો.લી-મેંગ યાને એક મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાં જ બનાવવામાં આવ્યો છે. ઘણા સમયથી કોરોના વાયરસ પર સંશોધન કરી રહેલા યાન હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા હતાં.

Sep 14, 2020, 07:40 AM IST

મનોજ તિવારીએ લોચો માર્યો? MHAએ કહ્યું- અમિત શાહનો કોરોના ટેસ્ટ થયો જ નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના કોરોના રિપોર્ટ પર કન્ફ્યૂઝનની સ્થિતિ જોવા મંળી રહી છે. ભાજપના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) એ રવિવારે ટ્વિટ કરી કે શાહનો કોરોના ટેસ્ટ (Corona Virus Test) રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ થોડીવારમાં જ ન્યૂઝ એજન્સી ANIએ ગૃહ મંત્રાલયના હવાલે કહ્યું કે અમિત શાહનો કોરોના ટેસ્ટ હજુ થયો નથી. અધિકૃત રીતે તેની પુષ્ટિ પણ કરાઈ નથી કે ગૃહમંત્રી કોરોના મુક્ત થયા છે. બીજી બાજુ તિવારીએ પોતાની ટ્વિટ પણ ડિલિટ કરી છે. 

Aug 9, 2020, 03:00 PM IST

ભારતની દરિયાદિલી, કોરોના સામે જંગમાં નેપાળની સેનાને ભેટમાં આપ્યા 10 વેન્ટિલેટર

ભારતીય સેનાએ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડવાના પ્રયત્નોના સમર્થન માટે રવિવારે નેપાળની સેનાને દસ ICU વેન્ટિલેટર ભેટ આપ્યાં. નેપાળી સેનાના હેડક્વાર્ટરમાં આયોજિત એક સમારોહમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ નેપાળી આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ સુકર્તિમાયા રાષ્ટ્રદીપ જનરલ પૂર્ણ ચંદ્રા થાપાને વેન્ટિલેટર હેન્ડઓવર કર્યાં. 

Aug 9, 2020, 02:07 PM IST