કોરોનાથી નબળી પડી ગ્લોબલ ઇકોનોમી, G-20 દેશ આપશે 5 ટ્રિલિયન યૂએસ ડોલર

કોરોના વાયરસાના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા નબળી પડી ગઇ છે. ઘણા દેશ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તો બીજી તરફ G-20 દેશોએ આ મહામારીનો સામનો કરવા માટે ગ્લોબલ ઇકોનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. 

Updated By: Mar 26, 2020, 11:00 PM IST
કોરોનાથી નબળી પડી ગ્લોબલ ઇકોનોમી, G-20 દેશ આપશે 5 ટ્રિલિયન યૂએસ ડોલર

નવી દિલ્હી: કોરોના વાયરસાના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા નબળી પડી ગઇ છે. ઘણા દેશ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તો બીજી તરફ G-20 દેશોએ આ મહામારીનો સામનો કરવા માટે ગ્લોબલ ઇકોનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. 

કોરોના વાયરસના લીધે આખા વિશ્વને આર્થિક કિંમત ચૂકવવી પડે છે. તેના લીધે ઉદ્યોગ-ધંધા પર ઘણી હદે બ્રેક વાગી ગઇ છે. તેને જોતાં વૈશ્વિક જીડીપીમાં પણ ઘટાડો જોવા મળવાની સંભાવના છે. જોકે હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે G-20 દેશ આગળ આવ્યા છે અને કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે ગ્લોબલ ઇકોનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર G-20 સંમેલનમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ G-20માં સામેલ દેશોને કહ્યું કે કોવિડ-19 સંકટના 3 મહિના બાદ અમે પણ આ સંકટનો સામનો કરવા માટે એક સમન્વિત દ્વષ્ટિકોણ શોધી રહ્યા છીએ. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આપણી એક્શનને જોઇ રહી છે. 

વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ G-20 દેશો પાસે માનવ જીવન પર ધ્યાન કેંદ્વીત કરવાની યોજના સાથે આવવાનો આગ્રહ કર્યો. તેમણે સમાજના આર્થિક રૂપથી નબળા લોકો માટે મુશ્કેલીઓ ઓછી કરવા, ડબ્લ્યૂએચઓને મજબૂત કરવા અને અને આર્થિક કઠીનાઇઓને ઓછી કરવાની યોજના માટે આગ્રહ કર્યો. 

G-20 સંમેલન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આર્થિક અને આર્થિક મુદ્દાઓને દૂર કરવા માટે એક મંચ બની ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે ઘણા સ્તરો પર વૈશ્વિકરણે આપણને નિષ્ફળ કરી દીધા છે, ભલે તે આતંકવાદ હોય કે પછી જળવાયું પરિવર્તનનો મુકાબલો કરવાનો હોય. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર