આખરે UK એ કોવિશીલ્ડને આપી માન્યતા, ટ્રાવેલ એડવાઈઝરીમાં કર્યો ફેરફાર

કોવિશીલ્ડ પર પોતાની વેક્સીન પોલીસીને લઈને ઘેરાયેલા UK એ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો. યુકેએ હવે ભારતમાં બનેલી કોવિશીલ્ડને સ્વીકૃત રસી માની લીધી છે. જેને લઈને નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જો કે હાલ તેમાં વધુ ફેરફાર આવશે નહીં. 
આખરે UK એ કોવિશીલ્ડને આપી માન્યતા, ટ્રાવેલ એડવાઈઝરીમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી: કોવિશીલ્ડ પર પોતાની વેક્સીન પોલીસીને લઈને ઘેરાયેલા UK એ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો. યુકેએ હવે ભારતમાં બનેલી કોવિશીલ્ડને સ્વીકૃત રસી માની લીધી છે. જેને લઈને નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જો કે હાલ તેમાં વધુ ફેરફાર આવશે નહીં. 

યુકે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભારતીય કોવિશીલ્ડની કોરોના રસી લીધી છે અને તે યુકે જશે તો તેણે હજુ પણ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આવું કેમ? જેના જવાબમાં યુકે સરકારે કહ્યું કે હાલ કોઈ 'સર્ટિફિકેશન'નો મામલો અટવાયેલો છે. 

નવી એડવાઈઝરીમાં શું છે?
અત્રે જણાવવાનું કે યુકેની નવી ટ્રાવેલ એડવાઈઝરી 4 ઓક્ટોબરથી લાગુ થશે. તાજેતરમાં જ તે બહાર પાડવામાં આવી હતી. જો કે તેમાં કોવિશીલ્ડને માન્યતા અપાઈ નહતી. જેને લઈને  ખુબ વિવાદ થયો હતો. હવે નવી એડવાઈઝરીમાં કોવિશીલ્ડનું નામ પણ જોડવામાં આવ્યું છે. નવી એડવાઈઝરીમાં નવી વાત એ છે કે તેમાં લખ્યું છે કે 'ચાર લિસ્ટેડ રસીના ફોર્મ્યુલેશન જેમાં એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વેક્સજેવરિયા, મોર્ડર્ના ટાકેડાને રસી તરીકે માન્યતા આપવામાં આવે છે.'

અગાઉના આદેશમાં જે જાહેરાત કરી હતી તે હજુ પણ યથાવત છે. જેમાં કહેવાયું હતું કે યુકે,યુરોપ, અમેરિકાના વેક્સીન પ્રોગ્રામમાં જે રસી લેવાઈ હશે તેને જ 'ફૂલ્લી વેક્સીનેટેડ' માનવામાં આવશે. 

આગળ કહેવાયું છે કે ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોએનટેક, મોડર્ના અને જેનેસેન રસીને માન્યતા અપાઈ છે. આ રસી ઓસ્ટ્રેલિયા, એન્ટીગુઆ, અને બાર્મુડા, બાર્બાડોસ, બહેરિન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, દક્ષિણ કોરિયા કે તાઈવાનના કોઈ પ્રાસંગિક જાહેર સ્વાસ્થ્ય શાખામાથી લાગેલી હોવી જોઈએ. 

ભારતે યુકેને આપી હતી ચેતવણી
મંગળવારે ટ્રાવેલ ગાઈડલાઈન્સ સંબંધે ભારતની ચિંતાઓનું સમાધાન ન કરવાની સ્થિતિમાં વિદેશ સચિવ હર્ષલવર્ધન શ્રૃંગલાએ બ્રિટનને ચેતવ્યું હતું. કહેવાયું હતું કે જો બ્રિટેને માગણી ન સ્વીકારી તો તેની જેમ ભારત પણ પગલું ભરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news