કોરોના વેક્સીન માટે આ ભારતીય એ દાવ પર લગાવ્યું જીવન, જાણો કોણ છે આ શખ્સ

આ સમયે તમામ લોકો કોરોના વિશે વિચારીને ડરી રહ્યાં છે. કોરોના વાયરસની વેક્સીન ટૂંક સમયમાં તૈયાર થવાની રહા જોવાઇ રહી છે. પરંતુ એક ભારતીય એવો છે જેણે આ વેક્સીન માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. તમને જણાવી દઇએ કે, જયપુરમાં જન્મ અને હાલ લંડનમાં વસવાટ કરે છે દીપક પાલીવાલ. દીપલ પાલીવાલ તે થોડા લોકોમાંથી છે જેમણે કોરોના વેક્સીન ટ્રાયલમાં વોલેન્ટિયર તરીકે ભાગ લીધો છે.

Updated By: Jul 12, 2020, 11:25 PM IST
કોરોના વેક્સીન માટે આ ભારતીય એ દાવ પર લગાવ્યું જીવન, જાણો કોણ છે આ શખ્સ

નવી દિલ્હી: આ સમયે તમામ લોકો કોરોના વિશે વિચારીને ડરી રહ્યાં છે. કોરોના વાયરસની વેક્સીન ટૂંક સમયમાં તૈયાર થવાની રહા જોવાઇ રહી છે. પરંતુ એક ભારતીય એવો છે જેણે આ વેક્સીન માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. તમને જણાવી દઇએ કે, જયપુરમાં જન્મ અને હાલ લંડનમાં વસવાટ કરે છે દીપક પાલીવાલ. દીપલ પાલીવાલ તે થોડા લોકોમાંથી છે જેમણે કોરોના વેક્સીન ટ્રાયલમાં વોલેન્ટિયર તરીકે ભાગ લીધો છે.

દીપકે જણાવ્યું કે, હું વારંવાર વિચારી રહ્યો હતો કે, કોરોના સામે જંગમાં હું કેવી રીતે મદદ કરું. એક દિવસ બેઠા બેઠા વિચાર કરી રહ્યો હતો કે દિમાગની જગ્યાએ શરીરથી જ મદદ કરું. મારા મિત્રએ મને જણાવ્યું કે, ઓક્સફોર્ડમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. તેના માટે વોલેન્ટિયરની જરૂરીયાત છે. બસ, મેં આ ટ્રાયલ માટે એપ્લાય કર્યું.

આ પણ વાંચો:- શું રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર તુટશે? રાહુલ ગાંધીથી મળવા ન પહોંચ્યા સચિન પાઇલટ

ટ્રાયલના દિવસે વોલેન્ટિયરના મોતની જાણકારી મળી
હ્યૂમન ટ્રાયલ આપવાના ઘણા જોખમો છે. દીપકને પણ આ જોખમો વિશે જણાવવામાં આવ્યું હતું. દીપકે કહ્યું, 'મને કહેવામાં આવ્યું હતું કે આ વેક્સીનમાં 85 ટકા કમ્પાઉન્ડ મેનિન્જાઇટિસ રસી જેવું જ છે. ડોક્ટરોએ મને કહ્યું કે હું કોલેપ્સ પણ કરી શકું છું, આર્ગાન નિષ્ફળતાનું જોખમ પણ છે, તે મરી પણ શકે છે. પરંતુ આ પ્રક્રિયામાં ડોકટરો અને ઘણી નર્સો પણ વોલેન્ટિયર કરી રહ્યાં હતા. તેઓએ મને પ્રોત્સાહન આપ્યું.

દીપકે વધુમાં જણાવ્યું કે, મારે જે દિવસે વેક્સીનના પહેલા શોટ પર જવાનું હતું, તે દિવસે મને વોટ્સએપ પર સંદેશ આવ્યો કે ટ્રાયલ દરમિયાન એક વોલેન્ટિયરનું મોત નીપજ્યું છે. તો પણ હું મારા નિર્ણય પર અડગ રહ્યો.

આ પણ વાંચો:- સ્ટૂડેન્ટ વિઝા: ટ્રંપ પ્રશાસનના 'નિર્દય' નિર્ણય સામે આ યુનિવર્સિટીએ કર્યો કેસ

પત્ની હતી નિર્ણયના વિરોધમાં
42 વર્ષનો દીપક લંડનની ફાર્મા કંપનીમાં સલાહકાર તરીકે કામ કરે છે. તેની પત્ની પણ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. દીપકે કહ્યું, '16 એપ્રિલે મને ખબર પડી કે હું આ વેક્સીનના ટ્રાયલમાં વોલેન્ટિયર બની શકું છું. જ્યારે મેં આ વાત મારી પત્નીને કહી ત્યારે તે મારા નિર્ણયની વિરુદ્ધ હતી. મેં ભારતમાં મારા પરિવારને કશું કહ્યું નહીં. સ્વાભાવિક છે કે તેણે આ નિર્ણયનો વિરોધ કર્યો હોત. તેથી જ મેં આ વાત ફક્ત મારા નજીકના મિત્રો સાથે શેર કરી છે.

આ પણ વાંચો:- ના..ના...કરતા આખરે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યું એવું કામ, વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો

ડર હતો કે પરિવારને મળી શકીશ કે નહીં
દીપકના પિતાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ વિદેશમાં હોવાથી તે તેના પિતાની છેલ્લી મુલાકાત જોઈ શક્યો નહીં. ટ્રાયલ દરમિયાન તેને ડર હતો કે તે તેની માતા અને ભાઈ-બહેનને મળી શકશે કે નહીં. હજી, 90 દિવસ સુધી દીપક ક્યાંય બહાર જઇ શકતો નથી.

આ વેક્સીનના ટ્રાયલ માટે ઓક્સફોર્ડને એક હજાર લોકોની જરૂર હતી. આમાં, તેઓને અમેરિકન, આફ્રિકન, ભારતીય મૂળ વગેરે જેવા વિવિધ દેશોના લોકોની જરૂર હતી. જેથી જો વેક્સીન સફળ થાય તો તેનો ઉપયોગ વિશ્વના દરેક દેશમાં થઈ શકે.

આ પણ વાંચો:- સિંધિયાએ આવું કહી વધારી કોંગ્રેસ અને ગેહલોત સરકારની મુશ્કેલી, BJPમાં આવશે પાઇલટ?

હાલમાં યુએસએ, યુકે, ચીન, ભારત જેવા તમામ મોટા દેશોમાં વેક્સીન તૈયાર કરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ઘણા વેક્સીન ઉમેદવારો માટે માનવ પરીક્ષણો પણ ચાલી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube