મહેસાણા: ઉભેલા ટ્રેલરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવર-ક્લિનરનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં
અમદાવાદ- મહેસાણા હાઇવે પર ધનાલી પાટિયા નજીક વહેલી સવારે રોડ પર ઉભેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર અને ક્લિનરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ટ્રકની કેબિનનો ખુડદો બોલી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેના મૃતદેહો બહાર કાઢવા માટે ટ્રકની કેબિનનાં પતરા કાપવા પડ્યા હતા.
Trending Photos
મહેસાણા : અમદાવાદ- મહેસાણા હાઇવે પર ધનાલી પાટિયા નજીક વહેલી સવારે રોડ પર ઉભેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર અને ક્લિનરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ટ્રકની કેબિનનો ખુડદો બોલી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેના મૃતદેહો બહાર કાઢવા માટે ટ્રકની કેબિનનાં પતરા કાપવા પડ્યા હતા.
મહેસાણા હાઇવે પર ધનાલી પાટિયા નજીક ઓને્ટ હોટલ સામે અમદાવાદથી મહેસાણા તરફ આવી રહેલું મલ્ટી એક્સલ ટ્રેલર (GJ 12 Z 4075) રોડ સાઇડ પર ઉભુ હતું. દરમિયાન વહેલી સવારે ટ્રક (PB 46 M 7417) ટ્રક ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અથડાવાનાં કારણે વિશાળકાય ટ્રેલર પણ 20-25 ફુટ ઘસડાયું હતું.
ઘટનામાં ટ્રકના ચાલક જોગાસિંહ જાટ (ઉં.વ 40) ક્લીનર ભુરતસિંહ જાટ (ઉ.વ 40) નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત અંગે માહિતી મળતાની સાથે જ લાઘણજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેન વડે ટ્રક અને ટ્રેક્ટરને છુટા પાડ્યા હતા. બંન્નેના મૃતદેહો બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ટ્રક ચાલક વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળની તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે