Dhaka Blast: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ, 16ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

Dhaka Blast: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ઈમારતમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની ઝપેટમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Dhaka Blast: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ, 16ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

ઢાકાઃ Dhaka Blast: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થઈ ગયા છે. ધમાકો એટલો તીવ્ર હતો કે તેની ઝપેટમાં આવીને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દરેક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ધમાકા બાદ ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ધમાકો એટવો તીવ્ર હતો કે ઘણા સમય સુધી માત્ર ધૂમાડો જોવા મળ્યો હતો. વિસ્ફોટની જાણકારી મળતા સ્થાનીક ફાયરની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. 

અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ અને સુરક્ષા કામગીરી ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ મંગળવારે ઢાકાના ભીડવાળા બજાર વિસ્તારમાં થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે.

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. વિસ્ફોટ લગભગ 4:50 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. પોલીસે જણાવ્યું કે ઘાયલોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામને હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સેનિટરી પ્રોડક્ટ્સ માટે ઘણા સ્ટોર્સ છે અને તેની બાજુમાં BRAC બેંકની શાખા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટથી રોડની વિપરીત દિશામાં ઉભેલી એક બસને ભારે નુકસાન પહોંચ્યું છે. ધમાકા બાદ ઓછામાં ઓછા 45 લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news