Holi Special: હોળીના તહેવારમાં તમારી કાર અને બાઈક ધ્યાન રાખવાનું ભૂલશો નહીં, જાણો શું કરવું અને શું ન કરવું?

Car Wash Tips: જેટલું શક્ય હોય તેટલું તમારી ગાડીને બંધ જગ્યા કે ભીડભાડથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તેનાથી તમારી ગાડી પર હાનિકારક રંગના છાંટા પડવાની સંભાવના ઓછી રહેશે. આ તમારી બાઈક અને કારને સુરક્ષિત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. 

Holi Special: હોળીના તહેવારમાં તમારી કાર અને બાઈક ધ્યાન રાખવાનું ભૂલશો નહીં, જાણો શું કરવું અને શું ન કરવું?

Vehicles Tips For Holi: રંગોના તહેવાર ધુળેટીની દેશભરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારના પ્રસંગોમાં રંગો અને પાણીની સાથે લોકો મન ભરીને મસ્તી કરે છે. પરંતુ બેદરકારીના કારણે કરવામાં આવેલું કોઈપણ કામ મોટા નુકસાનનું કારણ બની શકે છે. આ તહેવારની ઉજવણીમાં સૌથી વધારે વાહનોને નુકસાન પહોંચવાનો ખતરો રહે છે. કેમ કે હાનિકારક કેમિકલવાળા રંગના કારણે ગાડીઓના પેઈન્ટથી લઈને તેના મહત્વના અંગો ખરાબ થઈ શકે છે. આથી આજે અમે તમને બતાવીશું કે આ તહેવાર પર તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. 

શું કરવું:

1. સલામત જગ્યાએ ગાડીને પાર્ક કરો:
જેટલું શક્ય હોય તેટલું તમારી ગાડીને બંધ જગ્યા કે ભીડભાડથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તેનાથી તમારી ગાડી પર હાનિકારક રંગના છાંટા પડવાની સંભાવના ઓછી રહેશે. આ તમારી બાઈક અને કારને સુરક્ષિત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. 

2. વાહનને કવરથી ઢાંકી લો:
જો વાહનને બંધ જગ્યા કે ભીડથી દૂર રાખવાનું શક્ય ન હોય તો તેને એક કવરથી સારી રીતે ઢાંકી દો. જેનાથી ગાડીના પેઈન્ટને નુકસાન પહોંચાડનારા રંગ સીધા વાહન પર નહીં પડે. કવર કરતાં સમયે ધ્યાન રાખો કે વાહનનો કોઈપણ ભાગ ખુલ્લો ન રહે.

3. સીટને પ્લાસ્ટિકના કવરથી ઢાંકી દો:
જો તમે  હોળી દરમિયાન તમારા વાહનનો ઉપયોગ કરો છો તો તમારે તેની સોટને સારી રીતે કવર કરી દેવી જોઈએ. જેનાથી સીટ પર રંગના કોઈ ડાઘ નહીં લાગે. નહીં તો તેનાથી છૂટકારો મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે.

શું ન કરશો:

1. પરમેનન્ટ કલરનો ઉપયોગ ન કરશો:
ધુળેટીમાં પરમેનન્ટ રંગનો બિલકુલ ઉપયોગ ન કરશો. કેમ કે તેનાથી તમારી ગાડીનો પેઈન્ટ હંમેશા માટે ખરાબ થઈ શકે છે. સાથે જ તેનાથી તમારી ચામડી અને વાળને પણ વધારે નુકસાન પહોંચી શકે છે. 

2. હાર્ડ કેમિકલનો પ્રયોગ ન કરશો:
ધુળેટીમાં ગાડી ગંદી થવા તેની સેફ્ટી માટે કોઈપણ ડિટર્જન્ટ કે કોઈ કેમિકલનો ઉપયોગ ન કરશો. તમા ગાડીને માત્ર સ્વચ્છ પાણીથી સાફ કરી નાંખો. ડિટર્જન્ટ કે કોઈ કેમિકલના ઉપયોગથી ગાડીનો પેઈન્ટ હંમેશા માટે ખરાબ થઈ શકે છે .

3. ડ્રિંન્ક એન્ડ ડ્રાઈવ ન કરશો:
તમારી સાથે આ તહેવારમાં કોઈ અપ્રિય ઘટનાન બને તે માટે દારૂ પીને કે નશામાં ગાડી ન ચલાવશો. તે તમારા અને બીજા માટે અત્યંત ખતરનાક બની શકે છે. સારું એ રહેશે કે જો તમે નશાનું સેવન કરો છો તો કોઈ વ્યસન ન કરનારા લોકોને ગાડી ચલાવવા આપો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news