Earthquake in Indonesia: ભૂકંપથી ધણધણી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, 20ના મોત અનેક ઘાયલ

Earthquake in Indonesia: ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ 20 લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા 300 લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે જાણકારી મળી છે તેમાં અહીંની આ હોસ્પિટલમાં જ લગભગ 20 લોકોના મોત થયા છે.

Earthquake in Indonesia: ભૂકંપથી ધણધણી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, 20ના મોત અનેક ઘાયલ

Earthquake in Indonesia: ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ 20 લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા 300 લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે જાણકારી મળી છે તેમાં અહીંની આ હોસ્પિટલમાં જ લગભગ 20 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 300 લોકોની સારવાર થઈ રહી છે. તેમાંથી મોટાભાગનાને ઈમારતોના ખંડેરોમાં ફસવાના કારણે ફ્રેક્ચર થયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.04ની હોવાની કહેવાઈ છે. 

ઈન્ડોનેશિયા 27 કરોડથી વધુ લોકોનો એક વિશાળ દ્વિપસમૂહ ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને ત્સુનામીથી હંમેશા પ્રભાવિત રહે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષ ફેબ્રુઆરીમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા અને 460 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જાન્યુઆરી 2021માં પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી 100થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 6500 લોકો ઘાયલ થયા હતા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

2004માં હિન્દ મહાસાગરમાં આવેલા એક શક્તિશાળી ભૂકંપ અને ત્સુનામીએ એક ડઝન જેટલા દેશોમાં લગભગ 230000 લોકોના જીવ લીધા હતા. જેમાંથી મોટાભાગના ઈન્ડોનેશિયામાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news