Turkey Earthquake Updates : ભૂકંપને પગલે તુર્કી અને સીરિયામાં તબાહી, 640 થી વધુ લોકોનાં મોત અને 1000 ઘાયલ

Turkey Syria Earthquake: તુર્કીમાં ભૂકંપ સવારે 04:17 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 17.9 કિલોમીટર અને ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા 

Turkey Earthquake Updates : ભૂકંપને પગલે તુર્કી અને સીરિયામાં તબાહી, 640 થી વધુ લોકોનાં મોત અને 1000 ઘાયલ

Turkey Syria Earthquake : સોમવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આંચકા એટલા જોરદાર હતા કે બંને દેશોની સેંકડો ઈમારતો આંચકાના કારણે ધરાશાયી થઈ ગઈ. બંને દેશોમાં અત્યાર સુધીમાં 640 થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મસ્જિદોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે.

સ્થાનિક સમય અનુસાર, તુર્કીમાં ભૂકંપ સવારે 04:17 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 17.9 કિલોમીટર અને ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે.

24 વર્ષમાં 18 હજારના મોત, તુર્કી ચાર પ્લેટના જંક્શન પર આવેલું છે... ભૂકંપના કારણે વધુ તબાહી

તુર્કીની આપત્તિ અને ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે તુર્કીના 7 પ્રાંતોમાં 76 લોકો માર્યા ગયા છે. જ્યારે 440 લોકો ઘાયલ થયા છે. સીરિયામાં સરકાર શાસિત વિસ્તારોમાં મૃતકોની સંખ્યા વધીને 237 થઈ ગઈ છે. જ્યારે 630 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, વિદ્રોહી શાસિત સીરિયામાં 47 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સીરિયાના અલેપ્પો અને હમા શહેરોમાં ઈમારતોને સૌથી વધુ નુકસાન થયું છે. તુર્કીના દિયારબાકીરમાં ઇમારતો ધરાશાયી થવાના સમાચાર છે.

6 આંચકા

તુર્કીના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા. રાષ્ટ્રપતિએ લોકોને નુકસાન પામેલી ઈમારતોમાં ન પ્રવેશવાની અપીલ કરી હતી.

7.8ની તીવ્રતાના ભૂકંપ પછી 7.5ની તીવ્રતાનો બીજો મોટો ભૂકંપ આવ્યો. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. બંને ભૂકંપ તુર્કી અને સીરિયાને ઓછામાં ઓછા છ વખત હચમચાવી દીધા હતા. સૌથી મોટો આંચકો 40 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જેના કારણે સૌથી વધુ તબાહી પણ થઈ હતી. વાસ્તવમાં તુર્કી ચાર ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર આવેલું છે. તેથી જ કોઈપણ પ્લેટમાં સહેજ હલનચલન આખા વિસ્તારને હચમચાવી નાખે છે.

લોકોને મસ્જિદોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે

તુર્કીમાં લોકોએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આવી સ્થિતિમાં માર્ગો પર ભારે જામ છે. બચાવ દળને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે લોકોને રસ્તા પર ન આવવાની અપીલ કરી છે. બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી મસ્જિદોને આશ્રય માટે ખોલી દેવામાં આવી છે. જે લોકોના ઘર ભૂકંપથી ધ્વસ્ત થઈ ગયા છે તેમને મસ્જિદમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે સીરિયાના લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સિવિલ ડિફેન્સ અનુસાર, સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇમારતોના કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં બચાવ દળ અને સ્થાનિક લોકો ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં લોકોને શોધવામાં વ્યસ્ત છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીએ તુર્કીમાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ સમયે આપણે બધાની નજર તુર્કીમાં આવેલા ભૂકંપ પર ટકેલી છે. ઘણા લોકોના મોત અને નોંધપાત્ર નુકસાનના અહેવાલ છે. તુર્કીની આસપાસના દેશોમાં નુકસાન થવાની સંભાવના છે. ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.

1999માં તુર્કીમાં આવેલા ભૂકંપમાં 18,000 લોકોના મોત થયા હતા

તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. અહીં 1999માં આવેલા ભૂકંપમાં 18000 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.

તુર્કીમાં 5 મોટા ભૂકંપ કે જેણે વિનાશ સર્જ્યો
 
7.8ની તીવ્રતા: આજના ભૂકંપ જેવી જ તીવ્રતાનો ભૂકંપ અગાઉ 1939માં તુર્કીમાં આવ્યો હતો. તેમાં 32,700થી વધુ લોકો માર્યા ગયા હતા.

7.6 મેગ્નિટ્યુડ: 17 ઓગસ્ટ 1999ના રોજ, તુર્કીના ઇઝમિટમાં ભૂકંપ આવ્યો. જેમાં 17 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલાં, 23 જુલાઈ 1784 ના રોજ, એર્ઝિંકનમાં સમાન સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 5 થી 10 હજાર લોકોના મોત થયાં હોવાનો અંદાજ છે.

7.5ની તીવ્રતા: તુર્કીમાં અત્યાર સુધીમાં આ તીવ્રતાના છ ભૂકંપ આવી ચૂક્યા છે. 13 ડિસેમ્બર 115 CE ના રોજ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અઢી લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. 23 ફેબ્રુઆરી 1653ના રોજ આવેલા ભૂકંપમાં 2500 લોકોના મોત થયા હતા. 7 મે 1930ના રોજ આવેલા ભૂકંપમાં 2500થી વધુ લોકોના મોત થયા હતા. 26 નવેમ્બર 1943ના રોજ આવેલા ભૂકંપમાં લગભગ 5 હજાર લોકો માર્યા ગયા હતા. 1 ફેબ્રુઆરી, 1944ના રોજ ફરી એ જ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ચાર હજાર લોકો મૃત્યુ પામ્યા. 24 નવેમ્બર 1976ના રોજ આવેલા ભૂકંપમાં ચાર હજાર લોકોના મોત થયા હતા.

7.4 મેગ્નિટ્યુડઃ આ તીવ્રતાનો ભૂકંપ માત્ર એક જ વાર આવ્યો છે. આ વાત લગભગ 2 જુલાઈ 1840ની છે. આ ભૂકંપમાં 10 હજાર લોકો માર્યા ગયા હતા.

7.3 તીવ્રતા: 3 એપ્રિલ 1881ના રોજ આવેલા ભૂકંપને કારણે 7866 લોકો મૃત્યુ પામ્યા હતા. 10 ઓક્ટોબર 1883ના રોજ ભૂકંપમાં 120 લોકો માર્યા ગયા હતા. 9 ઓગસ્ટ, 1953ના રોજ ભૂકંપમાં 216 લોકોના મોત થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news