અહીં ભણવા માટે નથી ચુકાવવી પડતી એક પણ રૂપિયો ફી, મફતમાં ભણીને 'પંડિત' થાય છે વિદ્યાર્થીઓ

અહીં પ્રથમ, બીજા અને ત્રીજા ગ્રેડમાં ચાર મુખ્ય વિષયો છે જે તુર્કી, ગણિત, હયાત બિલગીસી (શાબ્દિક અર્થ “જીવન જ્ઞાન”), અને વિદેશી ભાષા છે. ચોથા ગ્રેડમાં હયાત બિલગીસીને વિજ્ઞાન અને સામાજિક અધ્યયન સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે. તો શાળાઓમાં શીખવવામાં આવતી વિદેશી ભાષા દરેક શાળામાં બદલાતી રહે છે.

અહીં ભણવા માટે નથી ચુકાવવી પડતી એક પણ રૂપિયો ફી, મફતમાં ભણીને 'પંડિત' થાય છે વિદ્યાર્થીઓ

Free Education: કહેવાય છેકે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ....એ જ રીતે શિક્ષણ વિનાનું જીવન અંધારમય હોય છે એમ પણ કહેવામાં આવ્યું છે. આમ કહેવાતો તાત્પર્ય અહીં એ છેકે, શિક્ષણ દરેકને મળવું જોઈએ. એના પર કોઈનો એકાધિકાર ન હોવો જોઈએ. દરેક વ્યક્તિને શિક્ષણ વિનામૂલ્યે મળવું જોઈએ. આપણાં ત્યાં તો દિનપ્રતિદિન શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે. શાળા-કોલેજો અને ઉચ્ચઅભ્યાસના પૈસા-ખર્ચ સતત વધતો થાય છે. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. મોટાભાગની શાળા-કોલેજો જે ખુબ સારું નામ ધરાવે છે તે ખાનગી સંસ્થાનો ઉંચી ફી લઈને ચલાવે છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું એવા દેશો વિશે જ્યાં શિક્ષણ બિલકુલ મફત આપવામાં આવે છે. દરેક દેશની પોતાની એક શિક્ષણ પ્રણાલી હોય છે. જેમાં સૌથી સારી શિક્ષણ પ્રણાલીમાં વિશ્વભરમાં ફિનલેન્ડનું નામ ટોચ પર આવે છે. તો ત્યારપછી તુર્કીનું નામ આવ છે.

તુર્કીમાં શિક્ષણ એક રાષ્ટ્રીય પ્રણાલી દ્વારા સંચાલિત થાય છે, જેને Ataturk’sના સુધારા અનુસાર સ્થાપિત કરવામાં આવી હતી. આ એક સ્ટેટ સુપરવાઇઝ સિસ્ટમ છે, જેને રાષ્ટ્રની સમાજિક અને આર્થિક સંસ્થાઓ માટે એક કુશળ પ્રોફેશનલ વર્ગ તૈયાર કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તુર્કીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને પબ્લિક સ્કૂલોમાં 6થી 19 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. એટલે કે 19 વર્ષ સુધી એક પણ રૂપિયો ફી ચૂકવવી પડતી નથી. તુર્કીમાં 6-14 વર્ષની વયના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફતમાં આપવામાં આવે છે. તુર્કીમાં પ્રાથમિક શિક્ષણ દરેક માટે ફરજિયાત છે – તમામ નાગરિકો, છોકરાઓ કે છોકરીઓ. પ્રાથમિક શિક્ષણ સંસ્થા એવી સ્કૂલ છે જે આઠ વર્ષનું અવિરત શિક્ષણ પૂરું પાડે છે અને અંતે બાળકોને પ્રાથમિક શિક્ષણનો ડિપ્લોમા પ્રદાન કરે છે. તુર્કીમાં પ્રાથમિક શાળાના પ્રથમ ચાર વર્ષને “ફર્સ્ટ સ્કૂલ, ફર્સ્ટ લેવલ” (તુર્કી: ilkokul 1. kadem)પણ કહેવામાં આવે છે, પરંતુ બંને જ સંબોધન સાચા છે.

અહીં પ્રથમ, બીજા અને ત્રીજા ગ્રેડમાં ચાર મુખ્ય વિષયો છે જે તુર્કી, ગણિત, હયાત બિલગીસી (શાબ્દિક અર્થ “જીવન જ્ઞાન”), અને વિદેશી ભાષા છે. ચોથા ગ્રેડમાં હયાત બિલગીસીને વિજ્ઞાન અને સામાજિક અધ્યયન સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે. તો શાળાઓમાં શીખવવામાં આવતી વિદેશી ભાષા દરેક શાળામાં બદલાતી રહે છે. તુર્કીમાં માધ્યમિક શિક્ષણ ()માં તમામ સામાન્ય, વ્યાવસાયિક અને તકનીકી શિક્ષણ સંસ્થાનોનો સમાવેશ થાય છે, જે પ્રાથમિક શાળા પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનું શિક્ષણ પ્રદાન કરે છે. તુર્કીમાં ત્રણ પ્રકારની હાઈસ્કૂલ છે. એક સામાન્ય (શૈક્ષણિક) સ્કૂલ, વિજ્ઞાન સ્કૂલ અને વ્યાવસાયિક સ્કૂલ છે. આમાંથી પ્રથમ બેનું સમાપન નેશનલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સાથે થાય છે, જ્યારે બાદમાં નોકરી માટે કર્મચારીઓને તૈયાર કરે છે.

Acadmic અને તકનીકી હાઇ સ્કૂલના પૂર્ણ થયા પછી વિદ્યાર્થી તુર્કીની યુનિવર્સિટીઓમાંથી કોઈ એકમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. આમાંથી કેટલીક યુનિવર્સિટીઓ સરકારી અને કેટલીક પ્રાઇવેટ છે. તુર્કીમાં સૌથી જૂની યુનિવર્સિટી હજુ પણ કાર્યરત છે, ઇસ્તંબુલ ટેક્નિકલ યુનિવર્સિટીની સ્થાપના1773માં એક નેવલ એન્જિનિયર સ્કૂલ તરીકે કરવામાં આવી હતી. તુર્કીમાં માર્ચ 2012માં ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર નવો કાયદો પસાર કર્યો, જેન સામાન્ય રીતે “4+4+4” ( 4 વર્ષનું પ્રાથમિક શિક્ષણ, પ્રથમ સ્તર, 4 વર્ષનું પ્રાથમિક શિક્ષણ, બીજુ સ્તર અને 4 વર્ષનું માધ્યમિક શિક્ષણ) કહેવામાં આવે છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news