ભારત જ નહિ, દુનિયાના આ દેશો પણ તબાહ થયા! કુદરતનો એવો પ્રકોપ વરસ્યો કે સર્વત્ર વિનાશ વેરાયો

Flood in World : માત્ર ભારત જ નહિ, દુનિયાભરના અનેક દેશો હાલ પૂરના પાણીમાં ડૂબ્યા છે, કાળા માથાનો માનવી સતત કુદરતની સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યો છે, એટલે જ હવે કુદરત પણ પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યું છે 
 

ભારત જ નહિ, દુનિયાના આ દેશો પણ તબાહ થયા! કુદરતનો એવો પ્રકોપ વરસ્યો કે સર્વત્ર વિનાશ વેરાયો

Flood Alert : દુનિયા પર જાણે કુદરતી આફત આવી પડી છે. ભારત તો ઠીક દુનિયાના અન્ય દેશોમાં મેઘરાજા એવા કોપાયમાન થયા છે કે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. સાઉદીથી લઈને ચાઈના અને ફ્રાંસથી લઈને સ્પેન સુધી તારાજીનો મંજર જોવા મળી રહ્યો છે. ત્યારે વિદેશી દેશોમાં મેઘતાંડવથી કેવી છે હાલત, જોઈએ આ અહેવાલમાં... 

  • દુનિયાભરમાં મેઘ તાંડવ 
  • મેઘરાજાએ વેરી સર્વત્ર તારાજી 
  • કુદરત સામે માનવી નતમસ્તક 

કુદરત જાણે લોકો પર રીતસરની કોમાયમાન જ થઈ છે. કેમ કે છેલ્લા ઘણાં દિવસોથી જે રીતે મેઘરાજ દુનિયાભરમાં વરસી રહ્યા છે તેને લઈને લોકોની હાલત કફોડી થઈ છે. યુરોપિયન દેશોમાં તો મેઘરાજા પોતાનો પ્રકોપ વરસાવી જ રહ્યા છે, તો સાથે જ પવન દેવતા વાવાઝોડારૂપી લોકો પર વરસી રહ્યા છે.  

ફ્રાન્સમાં તબાહી
ભારતથી 6,573 કિલોમીટર દૂર આવેલા ફ્રાંસ પર તો જાણે મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે. ઘણા દિવસોથી વરસી રહેલા મેઘરાજા હવે લોકો માટે આફત બની ગયા છે. તેમાં પણ ફ્રાંસના માર્સિલે શહેરમાં તો મેઘરાજા તારાજી વેરી રહ્યા છે. માર્સિલે શહેરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે.  લોકોના ઘર હોય કે શહેરના રસ્તા હાલ સર્વત્ર જળમગ્ન થઈ ગયું છે. મેટ્રોની પણ એવી જ હાલત છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં જાણે વરસાદ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. માર્સિલે શહેરના દરેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકો હવે પાણી વચ્ચેથી જ જવા મજબૂર થયા છે. 

સ્પેન પણ ડૂબ્યું
હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્પેન દેશના છે. સ્પેનમાં કુદરતે એવી તારાજી વેરી દીધી છે કે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. સ્પેનના ઝુમિલિયા શહેરમાં કુદરતનો એવો પ્રકોપ વરસ્યો કે સર્વત્ર વિનાશ વેરાયો. શહેરના રસ્તાઓ પર જાણે નદી નહીં દરિયો વહેતો હોય તેવા પાણી દેખાઈ રહ્યા છે. વરસાદી પાણીએ શહેરને એવું તો બાનમાં લીધુ છે કે જાણે જનજીવન ઠપ્પ જ થઈ ગયુ છે. રસ્તા પર વહેતા થયેલા પાણીમાં નાના વાહનો તો ઠીક મસ મોટી ગાડીઓ પણ તણાતી દેખાઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આ વરસાદી પૂરમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધુ લોકો લાપતા થયા છે. 

પાડોશી દેશ ચીનની હાલત પણ ખરાબ
હવે વાત કરીએ આપણા પાડોશી દેશ ચાઈનાની... ભારતમાં જેમ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેવી જ રીતે ચાઈનામાં પણ મેઘરાજા તાંડવ કરી રહ્યા છે. દક્ષિણ ચીનના સૌથી મોટા શહેર ગણાતા ચોંગચિંગ શહેરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અનરાધાર વરસેલા વરસાદના કારણે ચોંગચિંગ શહેર જળમગ્ન થઈ ગયુ છે. રસ્તાઓ પર વાહનોની જગ્યાએ વરસાદી પાણી વહેતા થયા છે. અહીં માત્ર વરસાદ જ નહીં એક બાદ એક આવતા વાવાઝોડા પણ લોકોનું જીવવું હરામ કરી રહ્યા છે. હાલમાં જ એક શક્તિશાળી વાવાઝોડાનો સામનો ચીને કર્યો છે. ત્યારે હજુ પણ તેની અસર ઘણા શહેરોમાં દેખાઈ રહી છે. એક તરફ સૂસવાટા મારતો પવન અને બીજી તરફ અનરાધાર વરસાદ સામે જાણે માણસ હવે નિસહાય થઈ ગયો છે. 

સાઉદી અરેબિયાના દેશોમાં પણ તબાહી
હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુસ્લિમ દેશ સઉદી અરેબિયાના છે. છેલ્લા ઘણા દિવસોથી સઉદીનું મક્કા અને મદીના શહેર વાવાઝોડા સાથે મૂશળધાર વરસાદનો સામનો કરી રહ્યુ છે. હજુ પણ સઉદીના અનેક શહેરોમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત થઈ રહેલા વરસાદના કારણે મક્કા શહેર જાણે દરિયામાં ફેરવાઈ ગયુ છે. કેમ કે મક્કામાં વાહનોની સાથે નદીઓ પણ રસ્તાઓ દોડતી હોય હાલ તેવી સ્થિતિ છે. 

કાળા માથાનો માનવી સતત કુદરતની સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યો છે. એટલે જ હવે જ્યાં વરસાદ વરસે ત્યાં ભરપૂર વરસી રહ્યો છે. સઉદી રણ વિસ્તાર છે, પરંતુ હાલ રણ વિસ્તાર દરિયો બની ગયો છે. ત્યારે હવે કુદરતના પ્રકોપ સામે માનવી રીતસરનો નિસહાય બની ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news