104.4 કરોડની લોટરી લાગવા પર આ ભારતીય શખ્સે સૌથી પહેલા એ કામ કર્યું કે તમે કરશો સેલ્યુટ
લોટરી જીત્યા બાદ તેણે Fox13 Newsને કહ્યું કે, '21-30-39-44-45-46 આ નંબરોને હું ક્યારેય નહિ ભૂલી શકું. હું લોટરી ટિકીટ તરફ જોવા લાગ્યો. પહેલી ટિકીટ, બીજી ટિકીટ અને પછી ત્રીજી ટિકીટ. અને અચાનક મેં જોયું કે, મારી લોટરી લાગી ગઈ. આ એક અદભૂત પળ હતી
Trending Photos
નવી દિલ્હી : ફ્લોરિડામાં એક ભારતીય શખ્સનું નસીબ એ સમયે ચમકી ગયું, ત્યારે તેને અચાનક માલૂમ પડ્યું કે, તે $14.5 મિલિયન ડોલર એટલે કે 104.4 કરોડ રૂપિયાની લોટરી જીતી ગયો છે. આ વાત બધાને ખબર પડ્યા બાદ તે હીરો બની ગયો, પરંતુ અસલી હીરો તે ત્યારે બન્યો જ્યારે તેણે આટલી મોટી રકમ ભારતમાં દિવ્યાંગ બાળકોને દાન કરવાનો નિર્ણય કર્યો. આ વ્યક્તિનું નામ કૃષ્ણા બારી છે. કૃષ્ણાએ આ પહેલા ક્યારેય લોટરી લીધી ન હતી.
હકીકતમાં, કૃષ્ણા દ્વારા ફ્લોરિડામાં લોટરીના દસ ટિકીટ ખરીદવામાં આવ્યા હતા. જેમાં એક ડિસેમ્બરના રોજ નીકળેલા ડ્રોમાં તેને $14.5 મિલિયન એટલે કે, 104.4 કરોડ રૂપિયા જીત્યા હતા.
લોટરી જીત્યા બાદ તેણે Fox13 Newsને કહ્યું કે, '21-30-39-44-45-46 આ નંબરોને હું ક્યારેય નહિ ભૂલી શકું. હું લોટરી ટિકીટ તરફ જોવા લાગ્યો. પહેલી ટિકીટ, બીજી ટિકીટ અને પછી ત્રીજી ટિકીટ. અને અચાનક મેં જોયું કે, મારી લોટરી લાગી ગઈ. આ એક અદભૂત પળ હતી. મેં પહેલા મારી પત્નીને ફોન કર્યો. મેં કહ્યું કે, આપણે લોટરી જીતી ગયા છે. તો મારી પત્નીએ જવાબ આપ્યો કે, વાહ, પણ તમે મજાક તો નથી કરી રહ્યા ને. મેં કહ્યું કે, ના આ સત્ય છે.
કૃષ્ણા બારી 20 વર્ષ પહેલા અમેરિકા આવ્યા હતા. તેઓ હવે ભારતમાં એક ટ્રસ્ટ ખોલવા અને 100થી વધુ વંચિત બાળકોને શિક્ષા પ્રદાન કરવાની યોજના બનાવી રહ્યાં છે. કૃષ્ણાએ કહ્યું કે, હું અહીં એમએનો અભ્યાસ કરવા આવ્યો હતો. મેં ઘણો સંઘર્ષ કર્યો. મેં અનેક ઠેકાણે નોકરીઓ કરી. મેં પુસ્તકના દુકાનમાં કામ કર્યું. મે સન ડોમમાં પણ કામ કર્યું. 12-12 કલાક સુધી 6.25 ડોલર માટે પાર્કિંગમાં ઉભો રહ્યો. હવે આ વર્ષના અંત સુધી ભારતમાં પરત ફરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું.
કૃષ્ણા એક સંબંધીના મદદથી 1998માં અમેરિકા આવ્યા હતા, જેથી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અભ્યાસ કરી શકે. પરંતુ થોડા સમય બાદ તેમના સંબંધીનું નિધન થયું. કૃષ્ણા તેમના નામ પર એક ટ્રસ્ટ ખોલવા માંગે છે. કૃષ્ણાએ એમ પણ કહ્યુંક ે, તે પોતાના પરિવાર માટે એક નવું ઘર અને કાર ખરીદવા માંગે છે. સાથે જ તે પોતાના સંતાનો માટે અલગથી રૂપિયા રાખવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે