આ શખ્સ રહે છે અજગર અને મગરોની સાથે, ઘરમાં છે 400થી વધારે પ્રાણીઓ

ઘણા લોકો માટે આ એક ડર પેદા કરતું દ્રશ્ય બની શકે છે, પરંતુ ફ્રાંસના રિવેર લોઇરેમાં ફિલિપ્પે ગિલેટની માટે આ એક સામાન્ય વાત છે.

આ શખ્સ રહે છે અજગર અને મગરોની સાથે, ઘરમાં છે 400થી વધારે પ્રાણીઓ

પેરિસ: આમ તો દુનિયામાં આપણે ઘણા એવા લોકોને ઓળખીએ છે જે લોકો તેમના શોખ માટે એક જૂદી જ ઓળખ ઉભી કરે છે. પરંતુ આ બધાની વચ્ચે ફ્રાંસનો એક વ્યક્તિ ગજબનો શોખ ધરાવે છે. તેના ઘરમાં તમને કુતરા, બીલાડીની જગ્યાએ સાપ અને મગર જેવા પ્રાણીઓ તમને ફરતા જોવા મળશે. તેમના ધરમાં એક બે નહીં જુદા જૂદા પ્રકારના ભયાનક 400 પ્રાણીઓ તમને જોવા મળશે. ઘણા લોકો માટે આ એક ડર પેદા કરતું દ્રશ્ય બની શકે છે, પરંતુ ફ્રાંસના રિવેર લોઇરેમાં ફિલિપ્પે ગિલેટની માટે આ એક સામાન્ય વાત છે.

ગિલેટ તેના ઘડિયાળ અલીને રોજ ડ્રાઇંગ રૂપમાં એવી રીતે માંસ ખવડાવે છે, જેમ આપણે કુતરાને દુધ અથવા ખાવનું આપતા હોય છે. તેમના ધરમાં નાના મોટા નહીં પરંતુ 50 કિલો વજનના કાચબા, સાત ફુટ લાબા ઘડિયાળ તમને જોવા મળશે. ઘડિયાળતો તેમના બેડની પાસે જ સુઇ જાય છે. તમે કલ્પના કરી શકો છો કે તમારા બેડની પાસે 7 ફુટ લાંબા ઘડિયાળ હોય અને તમે આરામથી સુતા હોય, પરંતુ રિવેરા લોડરે માટે આ સામન્ય વાત છે.

લગભગ બે દાયકાથી ગિલેટ આ પ્રાણીઓની સાથે રહે છે. 67 વર્ષીય ગિલેટની પાસે આ સમયે ઘરમાં 400થી વધુ જીવ જંતુ છે. તેમાં રેટલ સ્નેક, અજગર, મોટી ગરોળી પણ શામેલ છે. પોતાના જાનવરોને ખાવાનું ખવડાવતા સમયે તેમણે રોયટર્સની વાતચીતમાં કહ્યું હતું કે, આ પ્રાણીઓની સાથે સંપૂર્ણ અન્યાય થશે કે તમે તેમના નામથી ભયભીત થઇ જશો તો, કેમકે તમે આ પ્રાણીઓને ઓળખતા નથી. ગિલેટના ઘરમાં બે મગર પણ છે.

તેઓએ જણાવ્યું હતું કે મારી પાસે બે મગર છે. જેમાં એકનું નામ અલી અને બીજાનું નામ ગેટર છે. તેમને એક ફાર્મ હાઉસમાં રેસ્ક્યૂ કરીને લાવવામાં આવ્યા હતા. બાકીના બધા પ્રાણીઓ અહીંયાના પાલતું છે. અમુક પ્રાણી ઘણા લોકો તેમને દાનમાં આપ્યા હતા. તેમનું કહેવું છે કે મને સમજાતું નથી કે આપણે કેમ આ પ્રાણીઓથી નફરત કરીએ છે. આપણે વિચારીએ છે કે તેઓ ભયાનક છે. પરંતુ જ્યારે આપણે તેમને જાણવા લાગીએ છે ત્યારે આપણો ડર પણ ભાગી જાય છે. આ સાથે તેમણે કહ્યું હતું કે તમે અહીંયા કોઇપણને તેમના નામથી બોલાવો, તેમને કંઇક ખવડાવો અને પછી જુઓ.

તેમનુ કહેવું છે કે તેમના પડોસીઓનો વ્યવહાર પણ આ પ્રાણીઓ પ્રત્યે એકદમ સામાન્ય છે. તેઓ અમારા ઘરે કોફી પીવા પણ આવે છે. તેમને ખબર છે કે અમે ઝેરીલા સાંપોને સુરક્ષિત જગ્યા પર બંધ કરી દીધા છે. તેમની પાસે બ્લેક કોબરા જેવા પણ સાંપ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news