તબ્બુના 'રૂક રૂક રૂક'ના રિમેકમાં કાજોલે કર્યો ધમાલ ડાન્સ, જુઓ મજેદાર Video

હાલમાં બોલિવૂડમાં જુના ગીતોને રિમેક કરવાનો ટ્રેન્ડ વધ્યો છે

તબ્બુના 'રૂક રૂક રૂક'ના રિમેકમાં કાજોલે કર્યો ધમાલ ડાન્સ, જુઓ મજેદાર Video

મુંબઇ : હાલમાં બોલિવૂડમાં જુના હિટ ગીતોને રિમેક કરવાનું ચલણ વધ્યું છે. કાજોલને સિંગલ મોમ તરીકે ચમકાવતી આગામી ફિલ્મ 'હેલિકોપ્ટર ઇલા'માં 1994માં આવેલી ફિલ્મ 'વિજયપથ'નું સુપરહિટ ગીત ‘રૂક રૂક રૂક’ રિમેક કરીને રજૂક રવામાં આવ્યું હતું. ઓરિજનલ ગીત તબ્બુ અને અજય દેવગન પર શૂટ કરાયું હતું જ્યારે લેટેસ્ટ વર્ઝન કાજોલ પર ફિલ્માવામાં આવ્યું છે. 

આનંદ ગાંધીના ગુજરાતી પ્લે ‘બેટા કાગડો’ પર બની આ ફિલ્મ એક સિંગલ મધર ઇલા પર આઘારિત છે. ફિલ્મના ટ્રેલરમાં કાજોલ પોતાના પુત્ર સાથે સંપૂર્ણ જીવન જીવ્યા હોવાનું જણાય છે. જોકે પુત્ર મોટો થઇ જાય છે અને એ પછી પુત્રને તેની માતાના પ્રેમને કારણે અકળાણ થવા લાગે છે. આ ફિલ્મને ‘શિપ ઓફ થિસિસ’ના આનંદ ગાંધીએ લખી છે.

‘હેલિકોપ્ટર ઈલા’ના ટ્રેલરમાં ઘણા એવા દ્રશ્ય અને ડાયલોગ છે જેને સામાન્ય વ્યક્તિ પોતાની રોજિંદી જિંદગી સાથે જોડી શકે છે. આ ફિલ્મનું ટ્રેલર મજેદાર અને ઈમોશનલ છે. ટ્રેલર જોઈને કાજોલના ફેન્સની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ 12 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news