Pakistan: પાકિસ્તાન ચૂંટણીમાં જોવા મળશે આતંકીઓની દાદાગીરી! ઈમરાન ખાન સામે હાફિઝનો પુત્ર મેદાનમાં

પાકિસ્તાનમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે. આઠમી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી છે. આ દરમિયાન 2008 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની પાર્ટી પણ ચૂંટણી લડશે.

Pakistan: પાકિસ્તાન ચૂંટણીમાં જોવા મળશે આતંકીઓની દાદાગીરી! ઈમરાન ખાન સામે હાફિઝનો પુત્ર મેદાનમાં

પાકિસ્તાનમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે. આઠમી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી છે. આ દરમિયાન 2008 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની પાર્ટી પણ ચૂંટણી લડશે. હાફિઝનો પુત્ર તલ્હા સઈદ પણ લાહોર બેઠકથી ચૂંટણી લડવા જઈ રહ્યો છે. 

હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ) આઠ ફેબ્રુઆરીની ચૂંટણીમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉતારશે. હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ લાહોરથી ચૂંટણી લડશે. તે લાહોરની એનએ-127 બેઠક પરથી ચૂંટણી લડશે.  આ જ બેઠકથી પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ મેદાનમાં છે. હાફિઝ સઈદની પાર્ટીનું ચૂંટણી ચિન્હ ખુરશી છે. એક વીડિયો સંદેશમાં પીએમએમએલ પાર્ટીના અધ્યક્ષ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે તેમની પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરની લગભગ દરેક બેઠક પરથી ચૂંટણી લડશે. 

આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા (એલઈટી)ના સંસ્થાપક સઈદ પ્રતિબંધિત જમાત ઉદ દાવા સંલગ્ન આતંકી ફંડિંગ મામલાઓમાં દોષિત ઠર્યા બાદ કેટલાક નેતાઓ સાથે 2019થી જેલમાં છે. સઈદે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ) નામથી એક અલગ રાજકીય પક્ષ બનાવેલો છે. 

ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને એક ઈસ્લામિક કલ્યાણકારી દેશ બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ. સિંધુ એનએ 130 લાહોરથી ઉમેદવાર છે. જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. સઈદનો પુત્ર તલ્હા સઈદ લાહોરની એનએ-127 બેઠકથી ચૂંટણી લડી રહ્યો છે. સિંધુએ સઈદના સંગઠન સાથે પોતાની પાર્ટીનો સંબંધ જોવાનો જો કે ઈન્કાર કર્યો છે. 

અત્રે જણાવવાનું કે 2018માં મિલ્લી મુસ્લિમલીગ (એમએમએલ) જમાત ઉદ દાવાનો રાજકીય ચહેરો હતી. તેણે મોટાભાગની બેઠકો ખાસ કરીને પંજાબ પ્રાંતમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ એક પણ સીટ જીતી શકી નહતી. એમએમએલ પર પ્રતિબંધના કારણે 2024ની ચૂંટણી માટે પીએમએમએલની રચના કરાઈ છે. હાફિઝ સઈદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આતંકીવાદી જાહેર થયેલો છે. જેના પર અમેરિકાએ એક કરોડ ડોલરનું ઈનામ રાખેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news