PHOTOS: યુવતીએ Conditioner ની જગ્યાએ ભૂલથી લખ્યો એવો શબ્દ...પિતાએ પુત્રીને પ્રોસ્ટિટ્યૂટ સમજી લીધી
ક્યારેક લખવામાં એક નાનકડી ભૂલ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે છે તે તમે જાણ્યું હશે. એક શબ્દની ભૂલ આખા વાક્યનો અર્થ બદલી નાખતો હોય છે. આવું જ કઈં ઈંગ્લેન્ડની એક હેર ડ્રેસર સાથે થયું.
Trending Photos
નવી દિલ્હી: ક્યારેક લખવામાં એક નાનકડી ભૂલ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે છે તે તમે જાણ્યું હશે. એક શબ્દની ભૂલ આખા વાક્યનો અર્થ બદલી નાખતો હોય છે. આવું જ કઈં ઈંગ્લેન્ડની એક હેર ડ્રેસર સાથે થયું અને મેસેજમાં એક નાનકડી ભૂલનું મોટું પરિણામ ભોગવ્યું. પિતાએ પોતાની જ પુત્રીને વેશ્યા (Prostitute) સમજી લીધી.
માતાને કર્યો હતો મેસેજ
ઈંગ્લેન્ડના લિંકનશાયરના ક્લીથોર્પ્સ (Cleethorpes) માં રહેતી 34 વર્ષની કિર્સ્ટી મેકી(Kirsty McKee) એ તેની માતાને મેસેજ કર્યો અને કન્ડીશનર લાવવાનું કહ્યું હતું. ધ સનના રિપોર્ટ મુજબ કિર્સ્ટીએ માતાને કન્ડિશનર લાવવાનું કહ્યું હતું પરંતુ પ્રિડિક્ટિવ ટેક્સ્ટના કારણે કન્ડિશનર (Conditioner ની જગ્યાએ કોન્ડમ (Condom) થઈ ગયું.
(તસવીર- ધ સન)
પિતાએ ભૂલથી મેસેજ વાંચી લીધો
કિર્સ્ટીએ કહ્યું કે મારા પપ્પા કિચનમાં હતા, જ્યાં માતાનો ફોન ચાર્જમાં મૂક્યો હતો. તેમણે મારો મેસેજ વાંચી લીધો. ત્યારબાદ તેમણે મને પ્રોસ્ટિટ્યૂટ સમજી લીધી. તેઓ ભાગીને બીજા રૂમમાં ગયા અને માતાને આ વાત જણાવી.
(તસવીર- ધ સન)
માતાએ કહ્યું તો ભૂલનો અહેસાસ થયો
કિર્સ્ટીએ જણાવ્યું કે મેસેજ મોકલ્યા બાદ મને ભૂલનો અહેસાસ થયો નહીં અને જયારે માતાએ મને જણાવ્યું કે પિતાએ મેસેજ વાંચીને મને પ્રોસ્ટિટ્યૂટ સમજી લીધી તો મને ખુબ ખરાબ લાગ્યું.
શું હતો આ આખો મેસેજ
કિર્સ્ટિએ જણાવ્યું કે મેસેજમાં લખ્યું હતું કે 'મા, શું તમે સવારે કેટલાક કોન્ડોમ લાવી શકો છો? તે ખતમ થઈ ગયા છે અને મારી પાસે સવારે કેટલાક ગ્રાહકો આવવાના છે.' તેણે જણાવ્યું કે આ પ્રિડિક્ટિવ ટેક્સ્ટના કારણે કન્ડિશનરની જગ્યાએ કોન્ડોમ થઈ ગયું હતું.
(તસવીર- ધ સન)
ખુબ જ શરમજનક
કિર્સ્ટીએ કહ્યું કે મારા પપ્પા ખુબ જ જૂનવાણી છે. અને તેઓ આ મેસેજ જોઈને ખુબ ગંભીર થઈ ગયા હતા. મારા માટે આ ભૂલ ખુબ જ શરમજનક છે. જો કે માતાએ બાદમાં બધુ ક્લિયર કર્યું અને તે મારા માટે કન્ડિશનર લાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે