પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ મહિલાના લગ્ન કરાવી દીધા, વીડિયા વાયરલ થયા બાદ પોલીસે બચાવી

એક મહિલા પત્રકારે મહિલાનો વીડિયો બનાવી ટ્વિટર પર અપલોડ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાન પોલીસે સોમવારે મહિલાને છોડાવી હતી.

Updated By: Jul 26, 2021, 11:36 PM IST
પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ મહિલાના લગ્ન કરાવી દીધા, વીડિયા વાયરલ થયા બાદ પોલીસે બચાવી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન કરી મહિલાના બળજબરી પૂર્વક નિકાહ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ મહિલાનું નામ રીના મેઘવાર જણાવવામાં આવ્યું છે. તેને બળજબરીથી ઇસ્લામ કબુલ કરાવવામાં આવ્યો અને પછી મરિયમ નામ આપી મોહમ્મદ કાસિમ નામના સાથે તેના નિકાહ કરાવવામાં આવ્યા હતા. એક મહિલા પત્રકારે મહિલાનો વીડિયો બનાવી ટ્વિટર પર અપલોડ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાન પોલીસે સોમવારે મહિલાને છોડાવી હતી. બાદમાં મહિલા પત્રકારે દોષીતોની ધરપકડ થયાના સમાચાર પણ આપ્યા છે. 

વીડિયો વાયરલ થયા બાદ છોડાવવામાં આવી
ટ્વીટ કરેલા વીડિયોમાં મહિલા પોતાની વ્યથા જણાવી રહી છે. તે પ્રમાણે રીના મેઘવાર સિંધ પ્રાંતના બાદિન જિલ્લાની રહેવાની છે. ફેબ્રુઆરી 2021માં તેના નિકાહ મોટી ઉંમરના કાસિમ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સમુદાયના સ્થાનીક લોકો ત્યાં પહોંચ્યા અને પોલીસની ઉપર મહિલાને છોડાવવાનો દબાવ બનાવવા લાગ્યા. ત્યારબાદ પલીસે મહિલાના પતિના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી રીનાને આઝાદ કરાવવામાં આવી હતી. 

નિવેદન નોંધી માતા-પિતાને સોંપવામાં આવી
જાણવા મળી રહ્યું છે કે ત્યારબાદ તેને સ્થાનીક કોર્ટમાં લઈ જવામાં આવી. ત્યારબાદ નિવેદન નોંધાવ્યા બાદ સેફ હાઉસમાં રાખવામાં આવી અને બાદમાં તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનીક પોલીસ અધિકારીઓ તેને આશીર્વાદ પણ આવ્યા. આ પહેલા એપ્રિલમાં પણ રીનાનો વીડિયો વાયરલ થયો હતો. 

આ વીડિયોમાં રીના છત પર ઉભી રાડો પાડી પાડોશીઓની મદદ માંગી રહી છે. પરંતુ જ્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી તો તેણે નિવેદન આપવાની ના પાડી દીધી હતી. સાથે તે વાતનો પણ ઇનકાર કરી દીધો હતો કે કાસિમ સાથે તેના નિકાહ બળજબરીથી કરાવી દેવામાં આવ્યા છે. પરંતુ લોકોનું કહેવું છે કે તેના પર ખુબ દબાવ હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન બાદ ઘણી હિન્દુ યુવતીઓના લગ્ન મુસલમાનો સાથે કરાવવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube