Sunday કઈ રીતે બન્યો Funday? કેમ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિને છોડી રવિવારે જ અપાય છે રજા?

Sunday Holiday: રજા હોવી તે નાના બાળકથી લઈ મોટા સુધી તમામને ગમતું હોઈ છે. પુરૂ અઠવાડીયું કામ કર્યા બાદ આપણે રવિવારની આતુરતાથી રાહ જોતા હોઈ છે. પણ તમે કયારે વિચાર્યું રવિવારે મોટભાગની જગ્યાઓ પર રજા કેમ હોઈ છે?

Sunday કઈ રીતે બન્યો Funday? કેમ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિને છોડી રવિવારે જ અપાય છે રજા?

Sunday Holiday: શું તમે ક્યારેય વિચાર્યું છે કે રવિવારની રજાનો ઇતિહાસ શું છે અને તે ક્યારથી શરૂ થઇ હશે. જો નહીં, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ રવિવારની રજાને લઇને અલગ અલગ કહાનીઓ પ્રચલિત છે. ભારતમાં રવિવારે રજા માત્રને માત્ર એક વ્યક્તિના કારણે આપવામાં આવી છે. જેમાં તેમની વર્ષોની લડત બાદ તેમને સફળતા મળી હતી. ત્યારે, ઈશાઈ દેશોમાં રવિવાર મહત્વનો દિવસ છે. જેના કારણે લગભગ તમામ દેશ જ્યાં ઈશાઓ વસે છે. ત્યાં પણ રવિવારની રજાનું ખૂબ મહત્વ છે. એવા પણ કેટલાક દેશો છે જ્યાં રવિવારે રજા નથી હોતી. તો ચાલો જાણીએ રજાના દિવસ રવિવાર વિશે

આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા ISO પ્રમાણે રવિવારનો દિવસ સપ્તાહનો છેલ્લો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે કોમન રજા રહે છે. આ વાતને 1986માં માન્યતા આપવામાં આવી હતી પરંતું તેની પાછળનું કારણ બ્રિટિશર્સ માનવામાં આવે છે. હકીકતમાં 1843માં અંગ્રેજોના ગર્વનરે સૌથી પહેલાં આ આદેશને જાહેર કર્યો હતો. બ્રિટેનમાં સૌથી પહેલાં સ્કૂલ બાળકોને રવિવારે રજા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. તેની પાછળનું કારણ હતું કે બાળકો ઘરે રહીને થોડું ક્રિએટિવ કામ કરે.

Add Zee News as a Preferred Source

કેવી રીતે રવિવાર બન્યો રજાનો દિવસ?
જ્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. ત્યારે, મિલમાં કામ કરતા મજૂરો માટે અઠવાડીયાના સાતેય દિવસે કામ કરવું ખુબ મુશ્કેલ હતું. મજૂરોને આરામ કરવા માટે એક પણ દિવસ રજા નહોતી મળતી. જ્યારે, અંગ્રેજ અધિકારીઓ દર રવિવારે ચર્ચમાં જતા અને સંડે માસમાં હાજર રહી પ્રભુની અર્ચના કરતા. ત્યારે, ભારતીય મજૂરો માટે આવો કોઈ સમય નહોતો આપવમાં આવતો. તે સમયે મિલ યુનિયનના લીડર નારાયણ મેઘજી લોખંડેએ અઠવાડીયાની એક રજા માટે બ્રિટીશ અધિકારીઓ સામે પ્રસ્તાવના મુકી હતી. તેમની પ્રસ્તાવનામાં તેમણે જણાવ્યું હતું કે, 6 દિવસ કઠીન મહેનત પરિશ્રમ કર્યા બાદ મજૂરોને પોતાના ઘરના કામ, સામાજીક કામ તેમજ આરામ માટે એક દિવસની રજા આપવી જોઈએ.

જ્યારે, રવિવારે હિન્દુ દેવતા ખન્ડૂબાનો હોઈ છે. જેથી તેમની પૂજા અર્ચના કરવા રજાની પ્રસ્તાવનો મુકી હતી. જોકે, અંગ્રેજોની સરકારે આ પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો. લોખંડેએ હાર નહીં માની સતત 7 વર્ષથી સુધી લડત ચાલુ રાખી. અંતે 10 જૂન 1890ના રોજ અંગ્રેજોની સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને રવિવારે રજાની ઘોષણા કરી હતી. અહીં મજાની વાત એ છે કે રવિવારની રજા મુદ્દે ભારતીય સરકારે કોઈ આદેશ કે નોટીફિકેશન અત્યારસુધી કર્યો નથી. વર્ષ 2005માં નારાયણ મેઘજી લોખંડેના ચિત્ર વાળો સ્ટેમ્પ પણ ભારત સરકારે બહાર પાળ્યો હતો.

ભારતમાં પહેલા કયા દિવસે લેવાતી હતી રજા?
જ્યારે, ભારતમાં મુઘલો આવ્યા ત્યારે રજા માટેનો દિવસ રવિવાર નહોતો. પરંતુ મુઘલ રાજ દરમ્યામ શુક્રવારે જાહેર રજા આપવામાં આવી હતી. શુક્રવારના દિવસ મુસ્લિમો માટે મસ્જીદ જઈ નમાઝનું મહત્વ હોઈ છે. જેના કારણે મુઘલોના રાજ દરમ્યાન ભારતમાં શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હતી.

જે દેશોમાં ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ છે ત્યાંનો ઈતિહાસ?
બ્રિટેનમાં 1843માં રવિવારના દિવસે જાહેર રજા આપવામાં આવી હતી. ઈશાઈઓ મુજબ ભગવાને દુનિયા બનાવવામાં 6 દિવસ લીધા હતા અને 7માં દિવસે આરામ કર્યો હતો. જેના કારણે લોકો પણ રવિવારે રજા પાડે છે.

ઘણા ઈસ્લામિક દેશોની અંદર નથી હોતી રવિવારની રજા!
આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા (ISO)એ સન 1986માં રવિવારના દિવસે રજાની જાહેરાત કરી હતી. ISOએ ઘોષણા કરીને કહ્યું હતું કે, આખા વિશ્વમાં રવિવારના દિવસે રજા માનવામાં આવશે. તે દિવસે કામ કરવા માટે દબાણ નહીં બનાવવામાં આવે. જો કે હજૂ સુધી આખી દુનિયામાં મુસ્લિમ દેશ જેવા કે યુએઈ, સાઉદી અરબ જેવા દેશોમાં આ નિર્ણયને માનવામાં નહોતો આવ્યો અને રવિવારના રોજ ત્યાં રજા નથી હોતી.

આ દેશોમાં નથી હોતી રવિવારની રજા અને આ દિવસે હોઈ છે રજા:
ઈઝરાયલમાં ગરૂવારે રજા હોય છે.
સાઉદી અરબ, મલેશિયા, UAE, ઈરાન સહિતના મોટાભાગના મુસ્લિમ દેશોમાં શુક્રવારે રજા હોઈ છે.
નેપાલમાં શનિવારે રજા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news