VIDEO: Capitol Hill માં થયેલી હિંસામાં તોફાનીતત્વોએ પોલીસકર્મીઓને પણ ન છોડ્યા
એવો ધીમો અવાજ પણ સંભળાઇ રહ્યો છે, જેમાં કોઇને એમ કહેતાં સાંભળી શકાય છે કે 'તેને પરત જવા દો, તેને બહાર જવા દો!' આખરે તે પોતાને અહીંથી બહાર નિકાળવામાં સફળ થઇ જાય છે.
Trending Photos
વોશિંગ્ટન ડીસી: યૂએસ કેપિટલ હિલ (US Capitol Hill) માં બુધવારે થયેલા રમખાણોનો વધુ એક ભયાનક વીડિયો (video) સામે આવ્યો છે, જેમાં ટ્રમ્પ સમર્થકો અને બિલ્ડિંગની સુરક્ષા કરી રહેલા અધિકારીઓ વચ્ચે એક પોલીસકર્મી (policeman) ફસાય ગયો છે અને ગંભીર રીતે ઘાયલ છે. ઇન્વેસ્ટિગેશન કરનાર આઉટલેટ Status Coup દ્વારા કેપ્ચર કરવામાં આવેલા આ વીડિયોમાં પોલીસ અધિકારી એક દરવાજા અને ટ્રમ્પ સમર્થકોની ભીડમાં છે. તેમાં એ પણ જોવા મળે છે કે એક વ્યક્તિએ તેનું માસ્ક નિકાળવામાં પ્રયત્ન કર્યો, ત્યારે તે પડી ગયો છે અને મદદ માટે બૂમો પાડી રહ્યો છે. અધિકારી માસ્ક વિના છે અને લોહીથી ભરેલો છે.
તેને જવા દો...
એવો ધીમો અવાજ પણ સંભળાઇ રહ્યો છે, જેમાં કોઇને એમ કહેતાં સાંભળી શકાય છે કે 'તેને પરત જવા દો, તેને બહાર જવા દો!' આખરે તે પોતાને અહીંથી બહાર નિકાળવામાં સફળ થઇ જાય છે.
સીએનએન પર પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર પોલીસ અને તોફાનીતત્વો વચ્ચે ઝપાઝપીને કવર રહેલા જોન ફરીનાએ કહ્યું કે તોફાનીતત્વો અંદર અને બહાર ફરી રહ્યા હતા. પછી આખરે પોલીસે રમખાણખોરોને તે સ્થળથી દૂર કરવામાં આવ્યા.
HORRIFYING Footage Shot by @JonFarinaPhoto of Trump’s Army Storming Inside the Capitol and Attacking Cops.
FULL VIDEO: https://t.co/DwqQd1HuBM pic.twitter.com/c8GHiWAEfp
— Status Coup News (@StatusCoup) January 7, 2021
FBI એ તોફાનીતત્વોને ઓળખવામાં માંગી મદદ
કેપિટલ હિલમાં બુધવારે ટ્રમ્પ સમર્થકનો દ્વારા મચાવવામાં આવેલા ઉત્પાદમાં એક પોલીસ અધિકારી બ્રાયન સિકનિક સહિત 5 લોકોના મોત થયા. અમેરિકામાં ફેડરલ એજન્ટ્સએ કેપિટલ હિલના તોફાનીતત્વોમાંથી વધુ 2ની ધરપકડ કરી લીધી છે. આ બંનેની સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઇ ગઇ હતી. તેમાંથી એકએ સદનના સ્પીકરની ખુરશી પર કબજો કરી લીધો હતો અને બીજાએ શીંગડા પહેર્યા હતા.
ડઝનો લોકો પર તોફાનીતત્વોએ આરોપ લગાવ્યો છે. FBI એ લોકોને અપીલ કરી છે કે ઇન્ટરનેટ પર વાયરલ ફોટોને જોઇને તોફાનોમાં ભાગ લેનારને ઓળખવામાં મદદ કરો.
એફબીઆઇ અને વોશિંગ્ટન પોલીસ વિભાગ મળીને પોલીસ અધિકારી સિકનિકના મોતની તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે