Sun Breaks: વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો, સૂર્યના થયા ટુકડા, જોઈ લો VIDEO

Sun: વૈજ્ઞાનિકો આ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ શક્ય કંઇ રીતે થાય. અવકાશ હવામાનશાસ્ત્રી ડૉ. તમિતા શોવે ​​ટ્વિટર પર તેના ફૂટેજ શેર કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફિલામેન્ટમાંથી એક ભાગ અલગ થયો છે.

Sun Breaks: વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો, સૂર્યના થયા ટુકડા, જોઈ લો VIDEO

Solar Prominence: વૈજ્ઞાનિકોએ સૂર્ય વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સૂર્યનો એક મોટો હિસ્સો ટુકડાઓમાં તૂટી ગયો છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે સૂર્ય તૂટવાની આ ઘટનાને નિહાળી છે. આ દાવા બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકો ચોંકી ગયા છે. અવકાશ વૈજ્ઞાનિકો હવે તેના વિશે વધુ માહિતી એકઠી કરવા અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરવા માટે ઘટનાનું વિશ્લેષણ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો આ કેવી રીતે થયું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અવકાશ હવામાનશાસ્ત્રી ડૉ. તમિતા શોવે ​​ટ્વિટર પર તેના ફૂટેજ શેર કર્યા છે. એક વિશાળ ધ્રુવીય વમળ તરીકે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે. તેમણે કહ્યું કે, સૂર્યની 55 ડિગ્રીથી ઉપરની વાતાવરણીય ગતિશીલતાને સમજવાની જરૂર છે.

— Dr. Tamitha Skov (@TamithaSkov) February 2, 2023

પૃથ્વી પર શું અસર થશે?
સૂર્યનો ટુકડો તૂટવાથી પૃથ્વી પર તેની શું અસર થશે તે હજુ સ્પષ્ટ નથી. જોકે, વૈજ્ઞાનિકો આ દુર્લભ ઘટના પર નજર રાખી રહ્યા છે. એક સ્પેસ વેબસાઈટ અનુસાર, 7 ફેબ્રુઆરીએ પ્રશાંત મહાસાગરમાં એક શક્તિશાળી સૌર જ્વાળાના (solar flare)કારણે શોર્ટવેવ રેડિયો બ્લેકઆઉટ પણ થયો હતો. કોલોરાડોના બોલ્ડરમાં નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના ડેપ્યુટી ડાયરેક્ટર અને સૌર ભૌતિકશાસ્ત્રી સ્કોટ મેકિન્ટોશ સમજાવે છે કે એકવાર દરેક સૌર ચક્રમાં સૂર્યના 55-ડિગ્રી અક્ષાંશ સાથે કંઈક વિચિત્ર બને છે. પરંતુ તેમણે એ પણ કબૂલ્યું કે તેણે આ નવા વમળ જેવું કશું જોયું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news