ભાભીઓ અને આન્ટીઓ પાછળ કેમ લટ્ટુ હોય છે કુંવારા છોકરા? એક નહી અનેક છે કારણ

સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે. 

ભાભીઓ અને આન્ટીઓ પાછળ કેમ લટ્ટુ હોય છે કુંવારા છોકરા? એક નહી અનેક છે કારણ

Partner: હંમેશા સાંભળવામાં આવે છે કે, આજકાલ યુવકો પરિણીત મહિલાઓ, ભાભીઓ અને આન્ટી જેવી મહિલાઓ પર લટ્ટુ થાય છે. તેમને વધુ પસંદ કરે છે. એવુ માનવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરનારા જાતિ, ઉંમર, રંગ, રૂપની ચિંતા કરતા નથી. પરંતુ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે. યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. એક અભ્યાસમાં એવુ સામે આવ્યું કે, યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ છે. પરંતુ આ પાછળના કારણો પણ જાણી લઈએ. 

સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે. 

કેરિંગ પાર્ટનર
કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓ વધુ કેરિંગ પાર્ટનર માનવામાં આવે છે. યુવકોને મહિલાઓનો આ પ્રેમાળ સ્વભાવ વધુ પસંદ આવે છે. કુંવારી યુવતીઓમાં પ્રેમાળ સ્વભાવ ઓછો જોવા મળે છે. જેના કારણે તેઓ પરિણીત મહિલાઓ તરફ આકર્ષિત થાય છે. 

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો:
 આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

હોર્મોન્સમાં બદલાવ
લગ્ન બાદ દરેક મહિલામા હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે તેમની સ્કીન વધુ ગ્લો કરે છે. લગ્ન બાદ મહિલાઓની સુંદરતા વધુ નિખરે છે. એટલુ જ નહિ, મહિલાઓની ફિગર પણ આકર્ષિત બને છે. મહિલાઓમાં આવતા આ બદલાવ યુવકોને વધુ ગમે છે. 

કોઈ કમિટમેન્ટ નહિ
પરિણીત મહિલાઓને ડેટ કરવામાં યુવકોને કોઈ પ્રકારનું કમિટમેન્ટ આપવુ પડતુ નથી. તેઓ પોતાના કામ પર વધુ ફોકસ કરે છે. એ પણ એક કારણ છે કે, યુવકો યુવતીઓના બદલે પરિણીત મહિલાઓને ડેટ કરવાનું વધુ પસંદ કરે છે. 

ભવિષ્યની કોઈ ચિંતા નહિ
એક પરિણીત મહિલા પોતાના પતિને છોડવા તૈયાર હોતી નથી. તેઓ માત્ર કંટાળાજનક જિંદગીમાં થોડું ટ્વિસ્ટ લાવવા માંગે છે તેથી યુવકોને ડેટ કરે છે.  

મધ જેવો મીઠો સ્વભાવ
પરિણીત મહિલાઓ ઘરથી લઈને બહારના તમામ કામોને સારી રીતે મેનેજ કરવાનુ જાણે છે. આ દરેક કામ કરતા સમયે તે સ્ટ્રેસ લેતી નથી, અને ચહેરા પર સ્માઈલ સાથે કરે છે. પરિણીત મહિલાઓના આ સ્વભાવને કારણે યુવકો તેમના તરફ આકર્ષિત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news