2+2 મંત્રણા: US મંત્રીઓની સામે સ્વરાજે પાકિસ્તાનની ઝાટકણી કાઢી
વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની વચ્ચે અગાઉ આ મુદ્દે સમજુતી થઇ હતી, જેના પગલે ભારતીય વિદેશ મંત્રી અને સંરક્ષણમંત્રીઓએ પોતાના સમકક્ષ સાથે મંત્રણા કરી
Trending Photos
નવી દિલ્હી : ભારત અને અમેરિકાની વચ્ચે ગુરૂવારે થયેલ ઐતિહાસિક 2+2 મંત્રણામાં પાકિસ્તાન પ્રયોજીત આતંકવાદ, આંતરિક સુરક્ષા, વેપાર સહિતનાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ. બંન્ને દેશોએ વિદેશ અને સંરક્ષણ મંત્રીઓએ સંયુક્ત નિવેદન દ્વારા મંત્રણા રચનાત્મર રહી હોવાનું જણાવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રી દ્વારા લશ્કર એ તોયબાના આતંકવાદીઓને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં નાખવાના પગલાનું સ્વાગત કર્યું હતું.
આ સમિટ દરમિયાન બંન્ને દેશોની વચ્ચે મહત્વની સુરક્ષા સમજુતી COMCASA પર પણ હસ્તાક્ષર થયા હતા.આ સમજુતીનાં પગલે અમેરિકા સંવેદનશીલ સુરક્ષા ટેક્નોલોજીને ભારતને વેચી શકશે. ખાસ વાત છે કે ભારત પ્રથમ એવો બિન નાટો દેશ હશે, જેને અમેરિકા આ સુવિધા આપવા માટે તૈયાર થયું છે.
આતંકવાદ મુદ્દે બંન્ને દેશોએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી
સુષ્મા સ્વરાજે અમેરિકી મંત્રીઓની સામે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, અમેરિકા દ્વારા લશ્કર એ તોયબાના આતંકવાદીઓને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં નાખવાના પગલાનું સ્વાગત છે. તેમણે કહ્યું કે, 26/11 હૂમલાની 10મી વર્ષગાંઠ પર અમે તેના ગુનેગારોને સજા અપાવવા માટે સહયોગ વધારવા મુદ્દે સંમત થયા છીએ. વાતચીતમાં સીમાપારના આતંકવાદનો મુદ્દો પણ સમાવિષ્ટ છે.સુષ્મા સ્વરાજે કહ્યું કે, સીમા પાર આતંકવાદને સમર્થન આપવાની પાકિસ્તાનની નીતિની વિરુદ્ધ અમેરિકાનું વલણ સ્વાગત યોગ્ય છે. તેમણે કહ્યું કે, ભારત રાષ્ટ્રપતિ ટ્રમ્પની અફઘાનિસ્તાનની નીતિનું સમર્થન કરે છે.
સુષ્મા સ્વરાજે કહ્યું કે, ભારત રાષ્ટ્રપતિ ટ્રમ્પની અફઘાનિસ્તાન નીતિનું સમર્થન કરે છે. સીમા પર આતંકવાદનો સમર્થન આપવા અંગે પાકિસ્તાનની નીતિને સમાપ્ત કરવા અને દક્ષિણ એશિયન ક્ષેત્રમાં તેને નીતિના સ્વરૂપમાં ઉપયોગ કરવા અંગે લગામ લગાવવા સંબંધિત તેમનાં આહ્વાહન અમારા વિચારો સાથે મળતું આવે છે.
અમેરિકી વિદેશ મંત્રી માઇક પેમ્પિયોએ COMCASA સમજુતીને ઘણી મહત્વની ગણાવી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 2+2ને મહત્વની ગણાવતા અમેરિકી વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીની આ પહેલી સંયુક્ત યાત્રા છે. તેમણે કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે સુરક્ષા, આંતરિક સમજુતી તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ.સ્વરાજે કહ્યું કે, જુન 2017માં વોશિંગ્ટનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની વચ્ચે 2+2 મંત્રણાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મંત્રણામાં બંન્ને સરકારોએ ઘણા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભારતને NSG સભ્યપદ મળે તે માટે પ્રયાસ કરશે અમેરિકા
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, એનએસજીમાં ભારતની યથાશીઘ્ર સભ્યપદ માટે સમંતી સધાઇ, અમેરિકા તેના માટે સહયોગ કરશે. તેમણે કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે રણનીતિક ભાગીદારી આગળ વધારી રહ્યું છે. બંન્ને દેશોની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાનો બંન્ને દેશો સંયુક્ત ફાયદો ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે, અમેરિકા ભારત માટે ઉર્જા પુરી પાડનારા દેશ તરીકે ઉભરી રહ્યો છે, વેપાર સંતુલીત અને પરસ્પર લાભરાકી બનાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે.
ભારતના લોકોનાં વિશ્વાસનું સન્માન કરવા માટે અપીલ
સ્વરાજે કહ્યુ કે, ભારતના લોકોને વિશ્વાસ છે કે અમેરિકા તેમનાં હિતોનું ક્યારે પણ નુકસાન નહી કરે. મે અમેરિકન સમકક્ષને ભારતના નાગરિકોની આ ભાવનાનું સન્માન કરવા માટે કહ્યું છે. સ્વરાજે કહ્યું કે, ટ્રમ્પ અને મોદી વચ્ચે જે મિત્રતા છે, તેમાં ભારતના લોકોને લાગે છે કે અમેરિકા ભારતની વિરુદ્ધ ક્યારે પણ કોઇ પગલું નહી ભરે. હું પોમ્પિયોને કહ્યું છે કે અમેરિકા ભારતીય નાગરિકોનાં આ વિશ્વાસ પર ખરૂ ઉતરે.તેમણે જણાવ્યું કે, આવનજાવનની સુવિધા અને માળખાગત વિકાસને જોર આપવા માટે દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે સંમતી સધાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે