પોડિયમ પર પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવા અંગે નીરજ ચોપડાએ કરી હૃદયસ્પર્શી વાત

આ અંગે નીરજ ચોપડાએ જણાવ્યું કે, પદક સમારોહ દરમિયાન તેનું ધ્યાન માત્ર રાષ્ટ્રીય ગીત પર હતું અને રાષ્ટ્રગીતની ધૂનને કારણે તે ગદગદ થઈ ગયો હતો 

પોડિયમ પર પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવા અંગે નીરજ ચોપડાએ કરી હૃદયસ્પર્શી વાત

નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સમાં જેવલિન થ્રો (ભાલાફેંક)માં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાની મેડલ સેરેમની દરમિયાન એક બીજુ ચીનનો તો બીજી બાજુ પાકિસ્તાનનો ખેલાડી ઊભો હતો. નીરજે જણાવ્યું કે, તે રાષ્ટ્રગીતની ધૂનમાં એટલો ખોવાઈ ગયો હતો કે તેનું એ બાબત તરફ ધ્યાન પણ ગયું ન હતું. નીરજે જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં 88.06 મીટર દૂર ભાલો ફેંકીને રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. જેમાં ચીન માટે લિયુ કિઝેન (82.22)ને સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમ (80,75)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

આ ત્રણેય દેશ વચ્ચે રહેલી રાજકીય સ્થિરતાને કારણે આ મેડલ સેરેમનીની ખુબ જ ચર્ચા થઈ હતી. નીરજ ચોપડાનો પાકિસ્તાનના ખેલાડી નદીમ સાથે હાથ મિલાવવાનો પોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના અંગે ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "રમત દ્વારા તમે તમારા બાળકોને સર્વશ્રેષ્ઠ તાલીમ આપી શકો છો."

— Sania Mirza (@MirzaSania) August 28, 2018

આ અંગે નીરજે જણાવ્યું કે, પદક સમારોહ દરમિયાન તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર રાષ્ટ્રગીત પર હતું. ચેક ગણરાજ્યમાં તાલીમ લઈ રહેલા નીરજ ચોપડાએ જણાવ્યું કે, મને એ ખબર જ ન પડી કે હું તેમની સાથે ઊભો છું. રાષ્ટ્રગીતની સાથે તિરંગાને ઉપર જતા જોઈને હું ઘણો જ ભાવુક થઈ ગયો હતો અને આ સ્તર સુધીપહોંચવા માટે મેં કરેલી મહેનત અને સંઘર્ષને યાદ કરી રહ્યો હતો. 

કોમનવેલ્થ રમતોત્સવ અને એશિયન ગેમ્સ એમ બંનેમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારો નીરજ ચોપડા ભારતનો પ્રથમ ખેલાડી છે. તેણે જણાવ્યું કે, રમત દ્વારા લોકોને એકબીજા સાથે જોડે છે. 

ત્યાર બાદ પાકિસ્તાની ખેલાડી નદીમે એવો દાવો કર્યો હતો કે, નીરજ ચોપડા તેના વોટ્સએપ મેસેજનો જવાબ આપતો નથી. આ અંગે નીરજે જણાવ્યું કે, હું મારા ફોન પર વધુ મેસેજ જોતો નથી, એટલે આવો કોઈ મેસેજ આવ્યો હોય તો પણ મને ખબર નથી. 

તેણે જણાવ્યું કે, "હું બંનેમાંથી કોઈ એકને સારું પ્રદર્શન કહી શકું નહીં. મારા માટે બંને મહત્ત્વનાં છે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો અને આ મારા જુનિયર વિશ્વ રેકોર્ડ કરતાં પણ વધુ હતો. પ્રથમ વખત મેં કોઈ મોટા રમતોત્સવમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જકાર્તામાં 88મીથી વધુ દૂર ભાલો ફેંકવાથી હું ઘણો ખુશ છું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news